તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In London, Adar Punawala Said That Many CMs And Businessmen In India Are Threatening On The Phone, Even Hinting At Vaccine Production Outside India.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીરમ ઈન્સ્ટિટ્યુટના CEOને ધમકી:લંડનમાં અદાર પૂનાવાલાએ કહ્યું- ભારતમાં અમુક CM અને કેટલાંક મોટાં માથાં મને ધમકી આપે છે કે, ‘અમને પહેલા રસી નહીં આપો તો તમારે ભોગવવું પડશે’

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીરમ ઈન્સ્ટિટ્યૂટના વડાએ કહ્યું- જે અંદાજમાં મને ધમકાવાઈ રહ્યો છે, તેનાથી હું આઘાતમાં છું
  • પુરવઠો પહોંચાડી ના શકું એ સ્થિતિમાં ભારત કેવી રીતે આવું? - પૂનાવાલા

દુનિયાના સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના હેડ અને સીઈઓ અદાર પુનાવાલાનું કહેવું છે કે, ફોન કૉલ્સ સૌથી ખરાબ બાબત છે. કોરોના વેક્સિન સૌથી પહેલા મેળવવાની હોડમાં મને ફોન પર અત્યંત ખતરનાક રીતે અને અભદ્ર ભાષામાં ધમકીઓ મળી રહી છે. તેમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓથી લઈને મોટા માથાં અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. જે અંદાજમાં મને ધમકાવાઈ રહ્યો છે, તેનાથી હું આઘાતમાં છું. મને એવું કહીને ધમકીઓ અપાઈ રહી છે કે, જો અમને પહેલા વેક્સિન નહીં આપો, તો તમારા માટે સારું નહીં હોય!

શક્તિશાળી નેતાઓ ધમકીભર્યા કોલ કરે છે
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાને સતત ધમકીભર્યાં કોલ આવી રહ્યા છે. પૂનાવાલાએ લંડનમાં ટાઈમ્સ UKને આપેલી એક મુલાકાતમાં આરોપ લગાવ્યો હતો કે ભારતમાં શક્તિશાળી નેતાઓ અને બિઝનેસમેન તેમને ફોન પર ધમકી આપી રહ્યા છે. બીજીબાજુ આજે એવા સંકેત આપ્યા છે કે તે અન્ય દેશોમાંથી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવાની યોજના કરી રહ્યા છે કારણ કે પુરવઠો પૂરો પાડવા માટે તેમને જે બાંહેધરી આપી છે તે પૂરી કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂનાવાલાએ એક મુલાકાતમાં આ માહિતી આપી હતી.

તેઓ ગમે તે હદ સુધી જઈ શકેઃ પુનાવાલા
બ્રિટીશ અખબાર ‘ધ ટાઈમ્સ’ને અપાયેલા એક ઈન્ટરવ્યૂમાં પુનાવાલાએ કહ્યું કે, વેક્સિન મેળવવાની હોડમાં આશાઓ અને ધમકીઓ વચ્ચેનો ટોન સાંભળીને હું હેરાન છું. તમામને લાગે છે કે, વેક્સિન તો પહેલા તેમને જ મળવી જોઈએ. જોકે, તેઓ એ સમજવા તૈયાર નથી કે, કોઈ બીજાને પહેલા વેક્સિન કેમ મળવી જોઈએ. જ્યારે પણ વેક્સિન મુદ્દે મારી કોઈ સાથે ફોન પર વાત થાય છે, ત્યારે શરૂઆત સારી હોય છે, પરંતુ જેવા તેઓ તેમની માંગ સૌથી પહેલા પૂરી કરવાની વાત કરે છે અને હું મારો મુદ્દો રજૂ કરું છુ, ત્યારે આખી વાત બીજી દિશામાં ચાલુ થાય છે. લોકો મને ધમકી આપે છે અને કહે છે કે, વેક્સિન નહીં આપો તો તમારા માટે સારું નહીં હોય. આ સભ્ય ભાષા નથી. તેઓ એવું કહેવા માંગે છે કે, જો તેમને વેક્સિન નહીં મળે, તો તેઓ ગમે તે હદ સુધી જઈ શકે છે. મારી સૌથી મોટી ચિંતા આ છે.’

‘મારા માથે ઠીકરું ફોડાય એવું નથી ઇચ્છતો’
પુનાવાલાએ કહ્યું કે, ‘હું પત્ની અને બાળકો સાથે લંડનમાં એટલે છું કારણ કે, બ્રિટનમાં વિમાન સેવા બંધ છે. પરંતુ હું આવી સ્થિતિમાં ભારત જવા નથી ઈચ્છતો, જ્યાં હું તેમની માંગ પ્રમાણે રસીનો પુરવઠો પહોંચાડી નહીં શકું. ત્યાં હું એકલો કામ કરતો રહું અને છેવટે ઠીકરું પણ મારા માથે ફોડી દેવાય એવું પણ હું નથી ઈચ્છતો.’

જોનસનનો ભારત પ્રવાસ રદ્દ થયો
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ભારતમાં કોવિશિલ્ડ તરીકે ઓળખાતી એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 વેક્સિનનું ઉત્પાદન કરે છે.શું તેઓ બ્રિટનમાં આ માટેની શક્યતા જોઈ રહ્યા છે તેવા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં આ અંગે જાહેરાત કરવામાં આવશે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ભારત બહાર કેટલાક દેશો પૈકી બ્રિટનમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી શકે છે. તાજેતરમાં બ્રિટનના PM બોરિસ જોનસનના અગ્રણી સહાયક ગણાતા લોડ ઉદની-લીસ્ટરે માર્ચ મહિનામાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધી હતી. જોનસન પણ આ સપ્તાહે ભારત પ્રવાસ સમયે ઈન્સ્ટિટ્યુટની મુલાકાત લેવાના હતા, પણ તેમનો ભારત પ્રવાસ રદ્દ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂનાવાલાએ ગયા સપ્તાહે જ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના જુલાઈ સુધીમાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતા માસિક 100 મિલિયન સુધી કરી શકે છે. આ સાથે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે સીરમ ઈન્સ્ટિટ્યુટની ઉત્પાદન ક્ષમતા છ મહિનામાં પ્રતિ વર્ષ 2.5 બિલિયનથી વધી 3 બિલિયન થઈ જશે. આઠ દિવસ અગાઉ બ્રિટને ભારતથી પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધ મુક્યો તેના ગણતરીના કલાકો અગાઉ પૂનાવાલા તેમની પત્ની અને બે બાળકોને મળવા લંડન પહોંચ્યા હતા. બીજી બાજુ અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે ફોન કોલ સૌથી ખરાબ ચીજ છે. કોવિડ-19 વેક્સીન માટે મોટી સંખ્યામાં તેમને ફોન કોલ્સ આવી રહ્યા છે અને તેમને ધમકીઓ પણ મળી રહી છે.

ટાઈમ્સ UKને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે આરોપ લગાવ્યો કે ભારતના શક્તિશાળી નેતા અને બિઝનેસમેન તેમને ફોન પર ધમકી આપી રહ્યા છે. તેમા કેટલાક મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે. તમામ કોવીશીલ્ડનો તાત્કાલિક પુરવઠો માંગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલયે અદાર પૂનાવાલાને Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. પૂનાવાલા દેશમાં ગમે ત્યાં પણ જાય છે તો તેમને CRPF સુરક્ષા ઉપલબ્ધ કરાવશે.

સૌ ઈચ્છે છે કે તેમને પહેલા વેક્સિન મળે
પૂનાવાલાએ ફોન કોલનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોકો તરફથી આ પ્રકારની ધમકીઓ આપવી તે તેમની સમજથી બહાર છે. વેક્સિન સપ્લાઈને લઈ મારા પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. આશા ન હતી કે લોકો આ પ્રકારે કંઈક વધારે જ અપેક્ષા રાખવા લાગ્યા છે. સૌ ઈચ્છે છે કે પહેલા તેમને વેક્સિન મળે. તેમને લાગે છે કે તેમના પહેલા અન્ય કોઈને વેક્સિન ન મળે.

ધમકી મળી રહી છેઃ અમને વેક્સિન નહીં મળી તો સારું નહીં રહે
​​​​​​​
તેમણે વધુમાં કહ્યું કે ફોન કરી રહેલા લોકો કહે છે કે જો અમને વેક્સિન નહીં મળે તો ઠીક નહીં રહે. આ કોઈ વાત કરવાની રીત નથી, તે સીધી રીતે ધમકી છે.તેઓ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો મે તેમની વાત નહીં માની તો શું થઈ શકે છે. આ પ્રકારની ઘટનાથી જ અમે અમારું કામ યોગ્ય રીતે કરી શકતા નથી.

બધો બોજ મારા ખભા પર નાંખી દેવામાં આવ્યો
પૂનાવાલા અત્યારે લંડનમાં છે. બ્રિટનમાં ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તે અગાઉ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. આ સ્થિતિમાં હું અહીં લાંબો સમય રહેવા ઈચ્છું છું. આ સ્થિતિમાં હું ભારત પરત જઈ શકું તેમ નથી. બધુ જ મારા ખભા પર નાંખી દેવામાં આવ્યું છે, પણ હું એકલો આ બધુ કરી શકું તેમ નથી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો