તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Lakhimpur, The Sari Of The SP Candidate Was Pulled, The Candidature Form Was Snatched; Priyanka Said Ripping Off Democracy

UPની ચૂંટણી મહાભારતમાં ચીરહરણ:લખીમપુરમાં SPનાં ઉમેદવારની સાડી ખેંચાઈ, ઉમેદવારીપત્રક ઝૂંટવાયું; પ્રિયંકાએ કહ્યું- લોકતંત્રનું ચીરહરણ

લખનઉ25 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશમાં બ્લોક પ્રમુખની ચૂંટણી અંતર્ગત ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે લખીમપુર ખીરીમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જિલ્લાના પસગવાં બ્લોકમાં સપાના ઉમેદવાર રીતસિંહની ઉમેદવારી ભાજપના કાર્યકર્તાઓએ રોકી હતી. આરોપ છે કે બ્લોકમાં દાખલ થવા જઈ રહેલાં સપાનાં ઉમેદવાર સાથે ભાજપના કાર્યકર્તાઓએ મારામારી અને ગેરવર્તણૂક પણ કરી, એટલું જ નહીં તેમની સાડી પણ ખેંચી.

સમર્થક ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ધૌરહરાથી સાંસદ રેખા વર્માના સંબંધીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે અને સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે.

કોંગ્રેસનાં યુપીનાં પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે જોડાયેલો એક વીડિયો ટ્વીટ કરી યોગી અને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. પ્રિયંકાએ ટ્વીટમાં CM અને PMને 4 સવાલો કર્યા છે.

1. કેટલી જગ્યાએ બોમ્બ ફેંકાયા, ગોળીબાર અને પથ્થરમારો કર્યો 2. કેટલા લોકોનાં ઉમેદવારીપત્રકો લૂંટ્યાં 3. કેટલા પત્રકારોને માર્યા 4. કેટલી જગ્યાએ મહિલાઓ સાથે ગેરવતર્ણૂક થઈ

કાયદો વ્યવસ્થાની આંખ પર પટ્ટી બાંધીને, લોકતંત્રનું ચીરહરણ થઈ રહ્યું છે.

પસગવાં બ્લોકમાં સામે આવી ઘટના
UPના લખીમપુર ખીરી જિલ્લા પસગવાં બ્લોકમાં બ્લોક પ્રમુખની ચૂંટણીમાં જોરદાર બબાલ થઈ હતી. સપાના ઉમેદવાર રીતસિંહની ઉમેદવારી ભાજપના લોકોએ ન થવા દીધી. બ્લોકમાં દાખલ થતાંની સાથે જ ઉમેદવારના ફોર્મને ખેંચી લેવામાં આવ્યું, તેની સાથે મારામારી પણ થઈ. જે બાદ સપાના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ ક્રાંતિ કુમાર સિંહને ગેટથી ખેંચી લાવ્યા. તેમને બંધક બનાવવાનો પણ પ્રયાસ કરાયો.

અખિલેશ યાદવે વીડિયો રિટ્વીટ કરી કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા
UPમાં બ્લોક પ્રમુખ ચૂંટણીમાં વ્યાપ્ત હિંસા અને જંગલરાજનો આ વીડિયો જુઓ અને ફાયરિંગના અવાજને તમે જ સાંભળો! ઉત્તરપ્રદેશને જંગલરાજ બનાવી દીધું છે ભાજપના લોકોએ, શું લોકતંત્રની હત્યા થાય અને ગુંડારાજની સ્થાપન થાય એવા દિવસો જ જોવા માટે જનતાએ ભાજપની સરકારને ચૂંટી હતી?

સપાનો આરોપ- ભાજપના લોકોએ ઉમેદવારીપત્રક ખેંચીને ફાડી નાખ્યું
સપાનો આરોપ છે કે આરઓની સામે અંદર ઘૂસેલા ભાજપના લોકો ઉમેદવારીપત્રક ઝૂંટવીને લઈ ગયા અને ફાડી નાખ્યું. ઉમેદવારને માર પણ માર્યો, તેનાં કપડાં પણ ફાટી ગયાં. આ બધું જ પોલીસની નજર સામે થયું. આરોપ છે કે પોલીસે એકેય ગુંડાને રોકવાના પ્રયાસ ન કર્યો. આ પહેલાં સપાના ઉમેદવારની કારને રસ્તામાં ભાજપના લોકોએ ઘેરી લીધી હતી. બાદમાં પહોંચેલી પોલીસે ઉમેદવારને બ્લોકને બદલે પોલીસ સ્ટેશન લઈ ગયા. આ વચ્ચે ત્રણ વાગી ગયા અને સપાના ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્રક ન ભરી શક્યા.

લખીમપુર ખીરી ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ થઈ બબાલ
જોકે લખીમપુર ખીરી ઉપરાંત યુપીના સીતાપુર, લખીમપુર ખીરી, આંબેડકરનગર, મઉ, જૌનપુર અને ફતેહપુર જિલ્લામાં ભાજપ અને સપા કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર હંગામો થયો. સીતાપુરમાં તો અનેક રાઉન્ડ ફાયરિંગ પણ થયું. ફતેહપુરમાં પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. લખીમપુર ખીરીમાં સપાના ઉમેદવારની સાથે ગેરવર્તણૂક થઈ. મોટા ભાગના જિલ્લામાં બબાલ પછી જ ઉમેદવારીપત્રક ભરાયાં હતાં.

હાઈકોર્ટે ઉમેદવારને સુરક્ષા આપવાના નિર્દેશ કર્યા હતા
ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે અનેક જગ્યાએ ઉમેદવારીપત્રક ભરવાને લઈને વિવાદ થયો હતો. આ મામલાને લઈને સપાના કેટલાક ઉમેદવારોએ કોર્ટનું શરણ લીધું હતું. તેમણે કોર્ટ સમક્ષ અરજી કરી કે ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયાને પૂરી કરવા અને આ દરમિયાન સુરક્ષા આપવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આ અરજી પર કોર્ટે સરકારને આદેશ આપ્યા કે તેઓ ચૂંટણીપ્રક્રિયા પૂરી કરવા અને ઉમેદવારોને સુરક્ષા આપવા માટે સુનિશ્ચિત કરે.