તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Kushinagar, PSI Grabbed The Jaw Of A Young Man Walking Around Without A Mask And Jumped. The Young Man Also Retaliated And Fled.

ઉત્તર પ્રદેશ:કુશીનગરમાં માસ્ક વગર ફરતાં યુવકનો કાંઠલો પકડી PSIએ લાફો માર્યો, યુવકે પણ પલટવાર કરી ભાગી ગયો

2 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે UP પોલીસ લોકોને માસ્ક પહેરવા અને ઘરમાં રહેવા માટે સમજાવી રહી છે. જરૂર પડે ત્યારે પોલીસ લોકોને માસ્ક પહેરવા માટે કડક રીતે પણ સમજાવે છે. કુશીનગરમાં માસ્ક ચેકિંગ દરમિયાન માસ્ક પહેર્યા વગર ફરતાં એક યુવકનો PSI દિગ્વિજયસિંહે કાંઠલો પકડી તેને ધમકાવ્યો અને તરત જ લાફો મારી દીધો હતો. આ પછી ગુસ્સે થયેલો યુવક પણ PSIને લાફો ઝીંકી ત્યાંથી ભાગી ગયો હતો. તે યુવકને પકડવા અન્ય પોલીસકર્મી પણ પાછળ દોડ્યા પણ તે પકડાયો નહીં. મહત્ત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ તેના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...