ચૂંટણી પરિણામ:કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં TMC નો સપાટો, 144માંથી 134 બેઠકો કબજે કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
મમતા બેનર્જી- ફાઈલ ફોટો - Divya Bhaskar
મમતા બેનર્જી- ફાઈલ ફોટો

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની 144 સીટો પર થયેલી ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. TMC (ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ)એ સપાટો બોલાવી દીધો છે. 144માંથી 134 સીટો પર TMCનો વિજય થયો છે. આ ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો છે. ભાજપને માત્ર 3 સીટો મળી છે. જણાવી દઈએ કે 19 ડિસેમ્બરે કોલકાતા મ્યૂનિસિપલ કોર્પોરેશન (KMC) ચૂંટણીમાં લગભગ 64% મતદાન થયું હતું.

ભાજપ માટે આ એક મોટો ફટકો છે. આ સિવાય કોંગ્રેસ અને CPM પાર્ટીને 2-2 સીટો પર જ જીત મળી છે. TMCને 71.95% મત, બીજેપીને 08.94%, કોંગ્રેસને 04.47%, લેફ્ટને 11% મત મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...