તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Kerala, The Congress Will Bring A Law For The Entry Of Women In The Sabarimala Temple; The CPIM BJP Said The Election Was A Stunt

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કેરળમાં કોંગ્રેસ શબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ માટે કાયદો લાવશે; સીપીઆઈએમ-ભાજપે કહ્યું કે આ ચૂંટણી સ્ટંટ

તિરુવનંતપુરમ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

કોંગ્રેસ કેરળના વિખ્યાત શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે એક કાયદો ઘડવાનું વિચારી રહી છે. રાજ્યમાં એપ્રિલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં યુડીએફનું આ પગલું મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કોંગ્રેસ મંદિરમાં પ્રવેશ દરમિયાન વર્ષો જૂની પરંપરાને તોડનારા માટે બે વર્ષની જેલની સજા કરવાનું પણ ઈચ્છી રહી છે. કોંગ્રેસના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી ટી. રાધાકૃષ્ણને આ અંગે એક વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો રાજ્યમાં આ કાયદો લાગુ કરાશે. બીજી બાજુ સીપીઆઈએમ અને ભાજપે તેને કોંગ્રેસનો ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે.

અગાઉ સુપ્રીમે મંજૂરી આપી નહોતી
સીપીઆઈએમએ કહ્યું કે કોંગ્રેસ આવો કાયદો લાવી શકે તેમ નથી તેમાં અનેક અડચણો છે. ભાજપના પ્રદેશ મહાસચિવ એમ.પી. રમેશે કહ્યું કે શબરીમાલા માટે કોંગ્રેસ ક્યારે ગંભીર નથી રહી. જ્યારે મોટાપાયે દેખાવો થયા ત્યારે કોંગ્રેસ ક્યાં હતી. ઉલ્લેખનીય છે કે શબરીમાલા મંદિરમાં 10 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલો સુપ્રીમકોર્ટમાં ગયો હતો અને સુપ્રીમે મંજૂરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો