તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Kerala, 13 New Cases Of Zika Virus Were Found, A Day Before A Pregnant Woman Also Tested Positive

કેરળમાં કોરોનાની સાથે વધુ એક જોખમ:કેરળમાં ઝીકા વાયરસના 13 નવા કેસ મળ્યા, એક દિવસ પહેલાં ગર્ભવતી મહિલા પણ થઈ પોઝિટિવ

તિરુવનંતપુરમ20 દિવસ પહેલા
  • સંક્રમિતોમાં ડોકટરો સહિત 13 આરોગ્યકર્મચારીનો સમાવેશ

કેરળમાં કોરોનાની સાથે ઝીકા વાયરસનો ખતરો ચિંતા વધારવા માંડ્યો છે. શુક્રવારે રાજ્યમાં 13 નવા કેસ નોંધાયા છે. સગર્ભા સ્ત્રીમાં આ વાયરસ મળી આવ્યાના એક દિવસ પહેલાં જ પુષ્ટિ થઈ હતી. ઝીકા વાયરસથી ચેપ લાગવાનાં લક્ષણો ડેન્ગ્યૂ જેવા જ છે, જેમ કે તાવ આવવો, શરીર પર ફોલ્લીઓ થવી અને સાંધાનો દુખાવો થવો.

રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું હતું કે ગુરુવારે જ 19 શંકાસ્પદ લોકોનાં સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)માં મોકલવામાં આવ્યાં છે, જ્યારે રિપોર્ટ શુક્રવારના રોજ આવ્યો તો 13 લોકોમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે. સંક્રમિતોમાં ડોકટરો સહિત 13 આરોગ્યકર્મચારીનો સમાવેશ થાય છે.

કેરળમાં 13 લોકોમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે.
કેરળમાં 13 લોકોમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે.

સંક્રમિત મહિલાએ બે દિવસ પહેલાં જ એક બાળકને જન્મ આપ્યો હતો
જ્યોર્જે જણાવ્યું હતું હતું કે ગુરુવારે 24 વર્ષીય સગર્ભા સ્ત્રીમાં આ વાયરસના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો હતો. એક અઠવાડિયા પહેલાં તેની માતામાં પણ વાયરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. સંક્રમિત મહિલા તિરુવનંતપુરમના પરાસલેનની રહેવાસી છે. અહીંની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. તેણે 7 જુલાઈએ એક બાળકને જન્મ આપ્યો હતો.

મહિલાને તાવ અને માથાનો દુખાવો થવાની ફરિયાદ છે
મહિલાને તાવ, માથાનો દુખાવો અને તેના શરીર પર લાલ નિશાન હોવાને કારણે 28 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલની તપાસમાં ઝીકાનાં શંકાસ્પદ લક્ષણો સામે આવ્યાં હતાં. આ પછી તેનાં સેમ્પલ પુણેની NIVમાં મોકલાયાં હતાં, જોકે મહિલાની હાલત હવે સામાન્ય છે.

રાજ્ય સરકારે ગુરુવારે કહ્યું હતું કે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પરંતુ તેનું ઘર તામિલનાડુ સરહદ પર છે. એક અઠવાડિયા પહેલાં તેની માતામાં પણ સમાન લક્ષણો જોવા મળ્યાં હતાં.

ઝીકા વાયરસથી બાળકને જોખમ
ઝીકા વાયરસ સંક્રમિત ગર્ભવતી સ્ત્રીઓ દ્વારા જન્મેલાં બાળકોમાં માઇક્રોસેફલીનું ઉત્પન્ન કરી શકે છે. આને કારણે જન્મેલા બાળકનું માથું અપેક્ષા કરતાં નાનું હોય છે. મગજ વિકાસમાં સમસ્યાઓ આવી શકે છે. આ સાથે નવજાત શિશુમાં યોગ્ય વિકાસ થતો નથી, સાથે સાથે તેને આગળ જતાં સાંભળવાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ વાયરસ કેવી રીતે ફેલાય છે
ઝીકા વાયરસ એડિસ એજિપ્ટી અને એડિસ એલ્બોપિકટસ પ્રજાતિના મચ્છરના કરડવાથી ફેલાતો એક રોગ છે. આ મચ્છરો ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા વાયરસ પણ ફેલાવે છે. એડિસ મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે છે.

એકવાર કોઈ વ્યક્તિ મચ્છરના કરડવાથી સંક્રમણ લાગે છે, તો વાયરસ કેટલાક લોકોમાં લાંબા સમય સુધી તેના લોહીમાં જોવા મળે છે. જ્યારે બીજું કોઈ મચ્છર સંક્રમિત વ્યક્તિને કરડે છે તો આ વાયરસ અન્ય લોકોમાં ફેલાઇ શકે છે. કોઈ સંક્રમિત વ્યક્તિ સાથે જાતીય સંબંધ અથવા દૂષિત રક્ત સ્રોતોથી પણ ઝીકા વાયરસ ફેલાઇ શકે છે.

  • ઝીકા વાયરસનો પહેલો કેસ 1947માં યુગાન્ડામાં વાંદરાઓમાં જોવા મળ્યો હતો.
  • 1952માં યુગાન્ડા અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયામાં એ પ્રથમ વખત માનવમાં મળી આવ્યો હતો.