તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Kashmir, Terrorists Knocked SPO's 10 month old Grandson To The Ground, Kicked Wahu; He Escaped To Another Room And Saved His Life

બાળકને પણ માફ ન કર્યો:કાશ્મીરમાં આતંકીઓએ SPOના 10 મહિનાના પૌત્રને જમીન પર પછાડ્યો, વહુને લાતો મારી; બીજા રૂમમાં ભાગીને જીવ બચાવ્યો

શ્રીનગર3 મહિનો પહેલા
  • આતંકીઓએ અવંતિપોરા સ્થિત હરિપરિગામમાં અધિકારીના ઘરે હુમલો કર્યો હતો

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ રવિવારે રાતે એક સ્પેશિયલ પોલીસ ઓફિસર(SPO) ફયાજ અહમદ ભટ અને તેમની પત્નીની ગોળી મારીને હત્યા કરી છે. હુમલામાં ઘાયલ થયેલી તેમની 21 વર્ષની પુત્રી રફિયાએ સોમવારે સવારે 4 વાગ્યે જીવ ગુમાવી દીધો. મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ફયાજના 10 મહીનાના પુત્ર પર પણ દયા ન રાખી અને તેને જમીન પર પછાડ્યો.

મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ આતંકીઓએ અવંતિપોરા સ્થિત હરિપરિગામમાં અધિકારીના ઘરે હુમલો કર્યો હતો. આતંકીઓએ એકે-47 ખિસ્સામાં રાખીને પોલીસ અધિકારીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જેવો ફયાજે દરવાજો ખોલ્યો, આતંકીઓએ ફાયરિંગ કરી દીધી.

SPO ફયાજ અહમદની અંતિમયાત્રામાં સામેલ થયેલા લોકો. આતંકી હુમલામાં પ્રથમ ફયાજ અને પછીથી તેની પત્ની રજા બાનોને ગોળી વાગી હતી.
SPO ફયાજ અહમદની અંતિમયાત્રામાં સામેલ થયેલા લોકો. આતંકી હુમલામાં પ્રથમ ફયાજ અને પછીથી તેની પત્ની રજા બાનોને ગોળી વાગી હતી.

આ દરમિયાન માતા-પિતાને બચાવવા માટે દોડેલી તેમની પુત્રી રફિયાને પણ આતંકીઓએ ગોળથી વીંધી નાંખી. આ દરમિયાન ભટની વહુ સાયામી પણ ઘરે જ હતી, તે પોતાના બાળકને ખવડાવી રહી હતી. આતંકીઓએ બાળકને જમીન પર પછાડ્યું અને લાતો મારી.

સાયમાએ જણાવ્યું મેં તેના જીવની ભીખ માંગી પરંતુ તેમણે મારા બાળકને પણ ન છોડ્યો. સસરાની જેમ ક્યાંક મને પણ ગોળી ન મારી દે તેવા ડરથી મેં ચીસ પાડવાની હિંમ્મત ન કરી. હું મારા બાળકને ઉઠાવીને બીજા રૂમમાં ભાગી. જ્યારે આતંકી જતા રહ્યાં ત્યારે મારી ચીસ નીકળી અને હું જોરજોરથી રડવા લાગી.

આતંકી હુમલામાં ફયાજ અને તેમની પત્ની-પુત્રીનું મૃત્યુ થતા પાડોશીઓ પણ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા.
આતંકી હુમલામાં ફયાજ અને તેમની પત્ની-પુત્રીનું મૃત્યુ થતા પાડોશીઓ પણ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા.

સાયમાના પતિ લિયાકત ફયાજ પ્રાદેશિક સેનામાં છે અને પુલવામાં જ તૈનાત છે. હુમલાના સમયે તેઓ ડ્યુટી પર હતા. પત્નીના કોલ પછી જ્યારે તે ઘરે પહોંચ્યા તો જોયું તો આતંકી હુમલામાં પેરેન્ટ્સનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, જ્યારે નાની બહેનના શ્વાસ ચાલી રહ્યાં હતા. જોેકે તેનું પણ સોમવારે વહેલી સવારે મૃત્યુ થયું.

અન્ય સમાચારો પણ છે...