• Gujarati News
  • National
  • In Kashmir, 18 Jawans, Who Were Facing Tension In 8 Months, Committed Suicide, While 6 Jawans Were Killed By Their Comrades.

રિપોર્ટ:કાશ્મીરમાં 8 માસમાં તણાવનો સામનો કરી રહેલા 18 જવાને આત્મહત્યા કરી, જ્યારે 6 જવાનોનો જીવ સાથીદારે જ હુમલો કરીને લીધો

શ્રીનગરએક વર્ષ પહેલાલેખક: મુદસ્સિર કુલ્લુ
  • કૉપી લિંક
સુરક્ષા કર્મચારીઓને જરૂરથી વધુ રોજિંદી ડ્યુટી કરવી પડી રહી છે. - ફાઇલ તસવીર. - Divya Bhaskar
સુરક્ષા કર્મચારીઓને જરૂરથી વધુ રોજિંદી ડ્યુટી કરવી પડી રહી છે. - ફાઇલ તસવીર.
  • કાશ્મીર ખીણમાં સુરક્ષાબળો બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે
  • જવાનો પરિવારથી લાંબા સમયથી દૂર રહેવા મજબૂર હોવાથી તણાવ અને ડિપ્રેશનનો ભોગ બન્યા

કાશ્મીરમાં સુરક્ષા દળોમાં આત્મહત્યા અને પોતાના સાથીદારની હત્યા કરવાના કેસ વધી રહ્યા છે. આ વર્ષના શરૂઆતના 8 મહિનામાં કાશ્મીરમાં 18 જવાનોએ આત્મહત્યા કરી છે. જ્યારે 6 જવાન પોતાના જ સાથીદારના ઉન્માદી હુમલામાં મરી ગયા છે. સેના, પેરામિલિટ્રી ફોર્સના સૂત્રોએ આ માહિતી આપી છે. છેલ્લા આખા વર્ષમાં કાશ્મીરમાં 19 જવાનોએ આત્મહત્યા કરી હતી. જ્યારે આ વખતે આત્મહત્યાના આંકડા 8 મહિનામાં જ સરખા થઈ ગયા. આ કિસ્સાઓમાં કારણ એ છે કે, સુરક્ષા કર્મચારીઓને જરૂરથી વધુ રોજિંદી ડ્યુટી કરવી પડી રહી છે. તેઓ પરિવારથી લાંબા સમયથી દૂર રહેવા મજબૂર છે. આથી તેઓ તણાવ અને ડિપ્રેશનનો ભોગ બન્યા છે. એ જવાન વધુ પરેશાન છે, જે સીધી રીતે આતંક વિરોધી અભિયાનોમાં તૈનાત છે. અનેક વખત તેમની ધીરજ તુટી જાય છે.

કોરોનાનો ડર: આ વર્ષે મેમાં એક જ દિવસમાં CRPFના SI અને ASIએ આત્મહત્યા કરી
આ વર્ષે આત્મહત્યાઓનું એક મોટું કારણ કોરોના સંકટ પણ કહેવાય છે. ખાસ કરીને સીઆરપીએફના બે કેસમાં આ વાત સ્પષ્ટ થઈ છે. સૂત્રો અનુસાર, 12 મેના રોજ અનંતનાગ જિલ્લાના અક્રુર્ણ મટ્ટન વિસ્તારમાં સીઆરપીએફના એક સબ ઈન્સ્પેક્ટરે પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. સબ ઈન્સ્પેક્ટરે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું, ‘હું ડરી ગયો છું. હું કોરોના પોઝિટિવ થઈ શકું છું. સારું છે મરી જાઉં’. એ જ દિવસે શ્રીનગરના કરણનગર વિસ્તારમાં સીઆરપીએફના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરે પણ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ કેસ પણ કોરોનાના ડર સાથે જોડાયેલો કહેવાય છે.

ઉપાય : જવાનો માટે કાઉન્સેલિંગ સેશન, માનસિક વ્યાયામને પ્રોત્સાહન
શ્રીનગરમાં સીઆરપીએફના જનસંપર્ક અધિકારી પંકજ સિંહે કહ્યું કે, જવાનોને તણાવમુક્ત કરવા માટે સતત કાઉન્સેલિંગ સેશન ચલાવાઈ રહ્યા છે. આ ઉપરાંત સવારે કસરતમાં એ ગતિવિધિઓ પર ભાર મુકાય છે, જેનાથી માનસિક આરોગ્યને ફાયદો થાય. બીજા એક અધિકારીએ કહ્યું કે, ટોચના અધિકારી એવી વ્યવસ્થા કરે કે તેમના સાથીદારો લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવા મજબૂર ન થાય. તેઓ પરિવાર સાથે પુરતો સમય પસાર કરી શકે.

દાવો : નિષ્ણાત બોલ્યા - પારિવારિક સમસ્યાઓ આત્મહત્યાનું મોટું કારણ
કાશ્મીરના મનોચિકિત્સક ડો. યાસિર હસન રાથરે કહ્યું કે, દર મહિને તેમની પાસે અનેક જવાન માનસિક સમસ્યાઓના ઈલાજ માટે આવે છે. તેઓ કહે છે કે, તેઓ કડક કાર્યસંસ્કૃતિથી પરેશાન છે. તેમને અનેક વખત જરૂરી કામ માટે સમય મળી શકતો નથી. માનસિક આરોગ્ય સલાહકાર વસીમ રાશિદે કહ્યું કે, જવાન લાંબા સમય સુધી પારિવારિક સમસ્યાઓનો ઉકેલ ન કરી શકવાને લીધે તણાવમાં રહે છે. આથી તેઓ ક્યારેક આત્મહત્યાનો રસ્તો અપનાવી લે છે.

અન્ય સમાચારો પણ છે...