• Gujarati News
  • National
  • In Just 294 Days, Sridhar Left Active Politics, Said Losing The Election And Learned The Right Lesson

મેટ્રોમેન રાજકારણથી કંટાળ્યા!:માત્ર 294 દિવસમાં જ શ્રીધરને છોડી સક્રિય રાજનીતિ, કહ્યું- ચૂંટણી હારીને યોગ્ય પાઠ ભણ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈ.શ્રીધરન કેરળ વિધાનસભા ચૂંટણી પલક્કડ સીટ પરથી હાલના ધારાસભ્ય શફી પરમ્બિલ સામે 3,859 મતથી હારી ગયા હતા - Divya Bhaskar
ઈ.શ્રીધરન કેરળ વિધાનસભા ચૂંટણી પલક્કડ સીટ પરથી હાલના ધારાસભ્ય શફી પરમ્બિલ સામે 3,859 મતથી હારી ગયા હતા

મેટ્રોમેનના નામથી જાણીતા ઈ.શ્રીધરન ભાજપમાં સામેલ થયાને એક વર્ષથી પણ ઓછો સમય થયો છે. આ એક વર્ષમાં જ તેઓ રાજકારણથી કંટાળી જતા સક્રિય રાજનીતિ છોડી દીધું છે. કેરળમાં ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થનારા 89 વર્ષના શ્રીધરન માત્ર 294 દિવસમાં જ સક્રિય રાજનીતિમાં રહ્યાં.

ઈ.શ્રીધરને આજે ગુરુવારે કેરળના મલપ્પુરમમાં સક્રિય રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે. શ્રીધરને કહ્યું કે તેઓએ એપ્રિલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારમાંથી પાઠ ભણી લીધો છે.

હું ક્યારેય રાજનેતા ન હતોઃ શ્રીધરન
ઈ.શ્રીધરને કહ્યું કે, 'હું ક્યારે રાજનેતા ન હતો.' શ્રીધરને સક્રિય રાજનીતિથી બહાર નીકળવાની જાહેરાત કરતા એમ પણ કહ્યું કે, 'રાજનીતિમાં સક્રિય ન થવાનો એવો અર્થ નથી કે હું રાજનીતિને પાછળ છોડી રહ્યો છું.'

રાજનીતિમાં પોતાની એન્ટ્રીની જાહેરાત કરતા સમયે ઈ.શ્રીધરને મુખ્યમંત્રીનું પદ સંભાળવા અને કેરળની રાજનીતિમાં એક મોટી ભૂમિકા ભજવવામાં રસ દાખવ્યો હતો. તેઓએ કહ્યું 'જ્યારે હું ચૂંટણી હારી ગયો તો હું નિરાશ થઈ ગયો હતો. પરંતુ તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો. તે સમય ચક્ર હવે વીતી ગયો છે. ચૂંટાયો હોત તો હું ધારાસભ્ય હોત. હું એકલો ધારાસભ્ય બન્યો હોત તો પણ કંઈ વધુ ન કરી શક્યો હોત.'

પલક્કડ સીટ પરની ચૂંટણી હારી ગયા હતા શ્રીધરન
શ્રીધરને કહ્યું, 'હું હાલ 90 વર્ષનો છું. રાજનીતિમાં આગળ વધવું ખતરનાક છે. મારું રાજકારણમાં હવે કોઈ જ સપનું નથી. મારે મારી ધરતીની સેવા માટે રાજનીતિ કોઈ જ જરૂરિયાત નથી. હું પહેલાથી જ ત્રણ ટ્રસ્ટના માધ્યમથી સેવાનું કામ કરી રહ્યો છું.'

ઈ.શ્રીધરન કેરળ વિધાનસભા ચૂંટણી પલક્કડ સીટ પરથી હાલના ધારાસભ્ય શફી પરમ્બિલ સામે 3,859 મતથી હારી ગયા હતા. કેરળમાં 2 એપ્રિલે વિધાનસભા ચૂંટણી થઈ હતી, NDAની ગણતરી રાજ્યમાં ઓછામાં ઓછી 35 સીટ જીતવાની હતી પરંતુ ગઠબંધન નેમોમ પોતાની એકમાત્ર સીટ પણ બચાવવામાં સફળ રહ્યું ન હતું. ચૂંટણીમાં મેટ્રોમેન શ્રીધરન અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્ર સહિતના તમામ મુખ્ય નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હીમાં મેટ્રોનું સફળ નિર્માણ કર્યું હતું
શ્રીધરનને કોંકણ રેલવે અને દિલ્હીમાં મેટ્રોના સફળ નિર્માણમાં તેમના નેતૃત્વની સાથે ભારતમાં પબ્લિક ટ્રાંસપોર્ટનો ચહેરો બદલવાનો શ્રેય આપવામાં આવે છે. તેઓએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યું. જે બાદ તેઓએ મુખ્ય શહેરોમાં અનેક મેટ્રો પ્રોજેક્ટમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું.

શ્રીધરનને 2001માં પદ્મ શ્રી અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં ફ્રાંસની સરકારે શ્રીધરનને 2005માં પોતાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરી ચુકી છે. જ્યારે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન ટાઈમે શ્રીધરનને એશિયાના હીરોનું ટાઈટલ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...