• Gujarati News
  • National
  • In Just 2 Weeks, Corona's New Patients Increased 28 fold, But Testing Did Not Double; Risk Of Increasing Transition In The Country

દેશમાં કોરોના ફેલાઈ રહ્યો છે:2 સપ્તાહમાં જ કોરોનાના નવા દર્દી 28 ગણા વધ્યા, પરંતુ ટેસ્ટિંગમાં બમણો વધારો નથી; દેશમાં સંક્રમણ વધવાનું જોખમ

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા રાજ્યોમાં એકથી બે દિવસમાં જ દર્દીઓ બમણા થવા લાગ્યા છે

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોનાના 1 લાખ 65 હજાર 873 નવા કેસ મળી આવ્યા છે. ઘણા રાજ્યોમાં એકથી બે દિવસમાં જ દર્દીઓ બમણા થવા લાગ્યા છે, પરંતુ પ્રાપ્ત દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં ટેસ્ટિંગ હજુ પણ ઓછુ થઈ રહ્યું છે. જો છેલ્લા બે અઠવાડિયાના ટ્રેન્ડ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન દેશમાં દર્દીઓમાં 28 ગણો વધારો થયો છે, પરંતુ ટેસ્ટિંગમાં બમણો વધારો થયો નથી.

27 સપ્ટેમ્બરે દેશમાં 6,270 કેસ નોંધાયા હતા અને 11.41 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દૈનિક સંક્રમણનો દર 0.5% હતો. 8 જાન્યુઆરીએ દેશમાં 1 લાખ 79 હજાર 723 કેસ મળી આવ્યા હતા અને 15.14 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સંક્રમણ દર પણ વધીને 13.2% થઈ ગયો છે. આ દરમિયાન, કેન્દ્રએ કહ્યું છે કે હાલમાં ફક્ત 5-10% લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. સરકારનો દાવો છે કે બીજી લહેરમાં 20-23% દર્દીઓને દાખલ કરવા પડ્યા હતા.

એડવાઈઝરી: જો તમે સંક્રમિતના સંપર્કમાં આવો તો પણ, હાઈરિસ્ક સુધી ટેસ્ટ જરૂરી નથી

ICMRએ કોરોના ટેસ્ટ માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે

  • જે લોકો સંક્રમિતના સંપર્કમાં આવ્યા હોય તેઓને જ્યાં સુધી હાઈરિસ્કની ઓળખ ન થાય ત્યાં સુધી ટેસ્ટિંગની જરૂર નથી.
  • ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધ અથવા ઉચ્ચ જોખમ ધરાવતા સંપર્કોએ જ ટેસ્ટ કરાવવો જોઈએ.
  • એકલા આંતર-રાજ્ય સ્થાનિક મુસાફરી કરતી વ્યક્તિઓએ પણ ટેસ્ટિંગ કરાવવાની જરૂર નથી.

પ્રતિબંધ વધ્યો: લોકો ગંગા આરતીમાં જઈ શકશે નહીં

  • કાશીમાં પ્રતિકાત્મક રીતે ગંગા આરતી થશે. સામાન્ય લોકો ભાગ લેશે નહીં.
  • દિલ્હીમાં રેસ્ટોરન્ટ અને બારમાં માત્ર 'ટેક અવે' સુવિધા હશે.
  • આંધ્રમાં નાઈટ કર્ફયૂ લાગું કરાયો.
  • તમિલનાડુમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.
  • મહારાષ્ટ્રમાં મીની લોકડાઉન હેઠળ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

પ્રીકોશન ડોઝ: પ્રથમ દિવસે 9.79 લાખ વૃદ્ધોએ વેક્સિન લગાવી
દેશમાં સોમવારથી ગંભીર રીતે બીમાર વૃદ્ધ લોકોએ વેક્સિનનો પ્રીકોશન ડોઝ આપવાનું શરૂ કર્યું છે. પ્રથમ દિવસે 9.79 લાખથી વધુ વૃદ્ધોએ વેક્સિન લીધી હતી. 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર દર્દીઓ 2.75 કરોડ છે.

અન્ય સમાચારો પણ છે...