એક મિનિટમાં 750 ગોળીઓ વરસાવશે 'પ્રચંડ':22 વર્ષની મહેનત પછી એરફોર્સમાં સામેલ થયું; રક્ષા મંત્રીએ પણ ઉડાન ભરી હતી

2 મહિનો પહેલા
  • જોધપુરમાં રાજનાથે કહ્યું- LCH સરળતાથી દુશ્મનોને ચકમો આપી શકે છે

ભારતે 22 વર્ષ પહેલા જે સપનું જોયું હતું, તે હવે પૂરું થયું છે. આટલા વર્ષોની મહેનત બાદ સોમવારે એરફોર્સને સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) મળી ગયા છે. આ હેલિકોપ્ટરનું એરફોર્સમાં સામેલ થવાથી ભારતના તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે.

આ હેલિકોપ્ટર ભીષણ રણ, બરફના પહાડો સહિત દરેક સ્થિતિમાં દુશ્મનો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તે પ્રતિ મિનિટ 750 બુલેટ ફાયર કરી શકે છે, જ્યારે તે એન્ટી ટેન્ક અને એર-ટુ-એર મિસાઈલથી પણ સજ્જ થઈ શકે છે.

LCHની વિશેષતાઓ તેને પ્રચંડ બનાવે છે, જેના કારણે વાયુસેનાની તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. પ્રચંડની શક્તિને જાણતા પહેલા, તમે આ અંગે તમારો અભિપ્રાય આપી શકો છો...

રક્ષામંત્રીએ ઉડાન ભરી
ખાસ વાત એ છે કે તે નવરાત્રિમાં અષ્ટમીના દિવસે વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ LCHને 'પ્રચંડ' નામ આપ્યું છે. રાજનાથ સિંહે પણ આ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી.

આ હેલિકોપ્ટર રક્ષા મંત્રીની હાજરીમાં જોધપુર એરબેઝ પર વાયુસેનામાં જોડાયા હતા. અહીં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને એરફોર્સને સોંપતા પહેલા એક ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચારેય સમાજના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રચંડમાં ઉડાન ભરી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જોધપુર પહેંચ્યા હતા. આ હેલિકોપ્ટરોને જોધપુર એરબેઝ પર રક્ષા મંત્રીની હાજરીમાં સામેલ કરવામાં આવ્યા હતા. લગભગ 3885 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 15 એલસીએચ સેનામાં સામેલ કરાયા છે. ત્રણ એલસીએચ બેંગ્લોરથી જોધપુર પહોંચી ગયા છે. બાકીના 7 હેલિકોપ્ટર પણ આગામી થોડા દિવસોમાં અહીં પહોંચશે. આ સ્ક્વોડ્રન માટે વાયુસેનાના 15 પાયલટોને તાલીમ આપવામાં આવી છે.

એરફોર્સને એલસીએચ સોંપતા પહેલા સર્વ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
એરફોર્સને એલસીએચ સોંપતા પહેલા સર્વ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાષણમાં રામાયણની ચોપાઈઓ, જોઘપુરનાં પુર્વ મહારાજના વખાણ કર્યા
રાજનાથ સિંહે તેમના ભાષણમાં એલસીએચની પ્રશંસા કરી અને રામાયણના ચોપાઈઓ સંભળાવી હતી. સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે LCH માટે નવરાત્રિ કરતાં સારો સમય અને રાજસ્થાનની ધરતી કરતાં વધુ સારી જગ્યા હોઈ શકે નહીં. તેમણે જોધપુરના પૂર્વ મહારાજા ગજ સિંહના વખાણ કરતા કહ્યું કે તમારા નામમાં ગજ અને સિંહ બંને છે. ગજ અને સિંહ બંને તેમના સમન્વયથી તમારું નામ સાકાર કરે છે.

જોધપુર પહોંચતા પહેલા રાજનાથ સિંહે એલસીએચની તસવીરો ટ્વીટ કરી હતી.
જોધપુર પહોંચતા પહેલા રાજનાથ સિંહે એલસીએચની તસવીરો ટ્વીટ કરી હતી.
રાજનાથ સિંહે પોતાના ભાષણમાં એલસીએચના વખાણ કર્યા અને કહ્યું કે તેના નામ સાથે ભલે લાઈટ જોડાયેલું હોય પણ કામ ભારે છે.
રાજનાથ સિંહે પોતાના ભાષણમાં એલસીએચના વખાણ કર્યા અને કહ્યું કે તેના નામ સાથે ભલે લાઈટ જોડાયેલું હોય પણ કામ ભારે છે.
એલસીએચ આજે જોધપુર એરફોર્સને સોંપવામાં આવ્યું હતું.
એલસીએચ આજે જોધપુર એરફોર્સને સોંપવામાં આવ્યું હતું.

પરંતુ, ભારતીય વાયુસેના માટે આ બધું એટલું સરળ નહોતુ... આ 22 વર્ષોમાં 10 થી વધુ ટ્રાયલ થયા. સિયાચીનથી લઈને રણ વિસ્તાર સુધીના પર્યાવરણમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે તેની પ્રથમ સ્ક્વોડ્રન રાજસ્થાનને મળી ગઈ છે.

આ સ્ટોરીમાં વાંચો- તે આપણા દુશ્મનોને કેવી રીતે પરાજિત કરશે...
શા માટે તેની જરૂર હતી તે જાણો
કારગીલમાં તેની કમી અનુભવાઈ હતી

1999માં કારગિલ યુદ્ધ દરમિયાન, સેનાને વધું ઊંચાઈવાળા સ્થળ પરથી હુમલો કરનાર હેલિકોપ્ટરની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો. જો કે તે સમયમાં આવા હેલિકોપ્ટર હોત તો સેના પહાડોની ટોચ પર બેઠેલા પાકિસ્તાન આર્મીના બંકરોને ઉડાવી શકી હોત.

આ કમીને દૂર કરવા માટે, નિષ્ણાતોએ આગેવાની લીધી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) કેમ્પસમાં તેને બનાવવા માટેનો પડકાર લીધો આર્મી અને એરફોર્સની જરૂરિયાતો અનુસાર ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.

સોમવારે સમારંભ દરમિયાન આ LCHનું નામ પ્રચંડ રાખવામાં આવ્યું હતું.
સોમવારે સમારંભ દરમિયાન આ LCHનું નામ પ્રચંડ રાખવામાં આવ્યું હતું.

હવે વાંચો, 22 વર્ષમાં કેવી રીતે તૈયાર થયું LCH
2004: આર્મીને પ્રથમ વખત કહ્યું કે તે તેના યુટિલિટી હેલિકોપ્ટર ધ્રુવની ફ્રેમ પર હળવા કોમ્બેટ હેલિકોપ્ટર બનાવવાનું કામ કરી રહ્યા છે.
2006: HAL એ પ્રથમ વખત જાહેરમાં જાહેરાત કરી કે તે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર બનાવવા જઈ રહી છે. આ જાહેરાત પછી વિદેશથી આવા હેલિકોપ્ટર ખરીદવાની તેની યોજના મર્યાદિત થઈ ગઈ.
2008: તેના પ્રોટોટાઇપ (મોડલ)ની પ્રથમ સફળ ઉડાન પછી, HAL એ જાહેરાત કરી કે અમે LCH બનાવવાની દિશામાં અડધો રસ્તો બનાવી લીઘો છે.
આ દરમિયાન ત્રીજી ટેસ્ટ ફ્લાઈટ પણ સફળ રહી અને નક્કી થયું કે સેના જે ફાઈટર હેલિકોપ્ટર ઈચ્છે છે તે તૈયાર થઈ ગયું છે.
2011: ફ્લાઈટ ટેસ્ટ સફળ થયા પછી, તેને અંતિમ ઓપરેશનલ મંજૂરી મળી.

1 જુલાઇ 2012: ચેન્નાઈ નજીક તેની પ્રથમ ફુલ સ્કેલ ટ્રાયલ શરૂ થઈ.
થોડા દિવસો પછી, HALએ દરિયાની સપાટી ઉપર એલસીએચના બીજા પ્રોટોટાઇપનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું. આ ટ્રાયલ ફ્લાઇટ પરફોર્મન્સ, લોડ વહન ક્ષમતા અને તેની પાંખોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નવેમ્બર 2014: ત્રીજા પ્રોટોટાઇપની ટ્રાયલ કરવામાં આવ્યું, જે પ્રથમ બે પ્રોટોટાઇપ કરતાં ઘણી હળવી હતી. લગભગ 20 મિનિટની ઉડાન ભરી. આ પછી, કેન્દ્ર સરકારે ચોથા પ્રોટોટાઇપ માટે 126 કરોડનું બજેટ મંજૂર કર્યું હતુ.

2015: લેહના ઠંડા વાતાવરણમાં તેની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. આ હેઠળ, 4.1 કિમીની ઉંચાઈ અને માઈનસ 18 ડિગ્રીના હવામાનમાં તેના એન્જિનને શરૂ કરવાથી લઈને તેની બેટરી ક્ષમતા સહીત અન્ય તમામ ટ્રાયલમાં સફળ થયું.

આ દરમિયાન, એલસીએચ પ્રથમ વખત સિયાચીનમાં 13,600 થી 15,800 ફૂટની ઉંચાઈ પર ઉતર્યું, જે આ સમગ્ર પરીક્ષણની સૌથી મોટી સફળતા હતી.

જૂન 2015: તેને જોધપુર રણમાં પરીક્ષણ માટે લાવવામાં આવ્યું હતું. હાઈ તાપમાનમાં, ઓછી ઝડપમાં હાઇડ્રોલિક દબાણ સાથે વેપન સિસ્ટમ, લો સ્પીડમાં ઉડાન સહિત અનેક સફળ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. તે ગરમીમાં ભાર ઉપાડવાની ક્ષમતા સહિત અન્ય તમામ પરીક્ષણોમાં સફળ થયું હતુ.

આ LCH બનાવવામાં 22 વર્ષ લાગ્યાં હતા.
આ LCH બનાવવામાં 22 વર્ષ લાગ્યાં હતા.

એવું ફાઈટર હેલિકોપ્ટર જે તમામ પરિસ્થિતિઓમાં પાર ઉતર્યું
કારગિલ દરમિયાન ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારમાં ફાઈટર હેલિકોપ્ટરની અછત હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આવા હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવે જેમાં ત્રણ બાબતો મહત્વની છે.

પ્રથમ: મહત્તમ સંખ્યામાં શસ્ત્રો સાથે દારૂગોળાનો ભાર વહન કરી શકે છે. બીજું: તે હવામાં લાંબા સમય સુધી રહેવા માટે પૂરતું બળતણ ધરાવે છે. ત્રીજું: રણની ગરમીની સાથે સાથે હિમાલયની ખૂબ ઊંચી ટેકરીઓ પર પડતા કડકડતી ઠંડીમાં પણ કાર્યક્ષમ હોવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...