તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Jodhpur, A Woman Was Beaten By A Youth While Protesting Against Obscene Acts. People Were Watching The Spectacle.

રાજસ્થાન:જોધપુરમાં મહિલાએ અશ્લીલ હરકતોનો વિરોધ કરતાં યુવકે ચપ્પલથી માર માર્યો, લોકો તમાશો જોતાં રહ્યા

7 દિવસ પહેલા

રાજસ્થાનના જોધપુરમાં એક મહિલાને જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી છે. અહીં 25 વર્ષીય ઉષા નામની મહિલા તેના ઘરે જઈ રહી હતી ત્યારે તેના પાડોશમાં રહેતાં યુવકે તેને ચપ્પલથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટના શેરીમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, ઉષા નામની મહિલા જઈ રહી છે, ત્યારે માનારામ નામનો યુવક તેને ચપ્પલ લઈ મારવા લાગે છે. આ મારઝૂડ આસપાસના લોકો જુએ છે પણ, કોઈ મહિલાને બચાવવા માટે આવતું નથી. આ પછી મહિલાના સંબંધી ત્યાં દોડી આવ્યા અને તેને બચાવી હતી. મહત્ત્વનું છે કે, આરોપી માનારામ ઉષા સામે અશ્લીલ હરકત કરતો હતો. જેનો ઉષાએ વિરોધ કરતાં તે ગુસ્સે થઈ ગયો હતો. જે બાદ માનારામે ઉષાને રોડ વચ્ચે ચપ્પલથી માર માર્યો હતો. ઉષાએ આ ઘટના અંગે ફરિયાદ કરતાં પોલીસે આરોપી માનારામ સામે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...