તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV:જયપુરમાં અડધી રાતે બે યુવકોએ આગ લગાવી, ઘરની અંદર વધુ આગ ફેલાતાં રૂમમાં સૂતેલાં પરિવારને જાણ થઈ

2 મહિનો પહેલા

રાજસ્થાનના જયપુરમાં હોળીના દિવસે અડધી રાત્રે બે યુવકોએ એક ઘરમાં આગ લગાવી હતી. આ સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે યુવકો ઘરની બહાર ઊભા છે અને થોડીવાર પછી પેટ્રોલ ફેંકી ઘરમાં લગાડીને ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, ઘરની અંદર સુધી આગ ફેલાયા પછી રૂમમાં સૂતેલા પરિવારને જાણ થઈ હતી. આ પછી પરિજનોએ ફાયર અને પોલીસને આગની ઘટનાની જાણ કરી હતી. આ આગની ઘટનામાં ઘરની અંદર પાર્કિંગમાં ઊભેલી કાર પણ સળગીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે આરોપીઓની તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો