તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Jaipur, If The Women Of The Ashram Became Pregnant, They Would Get Abortions By Feeding Them Pills, Calling Them At Night And Telling Them To Take Off Their Clothes And Serve.

તપસ્વી બાબાના કાળા કામ:જયપુરમાં આશ્રમની મહિલાઓ ગર્ભવતી થતી તો ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવતો, રાત્રે બોલાવી કહેતો- કપડાં ઉતારી સેવા કરો

જયપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
તપસ્વી બાબા આશ્રમમાં મહિલાઓને પ્રવચન આપી રહ્યા છે - Divya Bhaskar
તપસ્વી બાબા આશ્રમમાં મહિલાઓને પ્રવચન આપી રહ્યા છે

રાજસ્થાનના જયપુરમાં એક ઢોંગી બાબા પોતાને ભગવાન તરીકે રજૂ કરીને મહિલાઓ સમક્ષ તેમના મનની વાત જાણી લેતા હોવાનો દાવો કર્યો છે. કેટલીક સામાન્ય વાતો કહીને તેમને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લે છે. આશ્ચર્યની વાત એ છે કે લોકોના મનની વાત જાણનાર બાબા પોતે જ નસીબને સમજી શકતો નથી. જયપુરના બિંદાયકાની પીડિતાએ કહ્યું કે આશ્રમમાં ગર્ભવતી હોવાના સંજોગોમાં મહિલાઓને ગોળીયો ખવડાવી ગર્ભપાત કરાવતો હતો.

60 વર્ષના તપસ્વી બાબા ઘરેલુ ઝઘડાનો લાભ લઈ અનેક પરિવારને બરબાદ કરી ચુક્યો છે. લોકોને ડરાવી-ધમકાવી રૂપિયા પણ તફડાવી લે છે. બાબા સામે 4 મહિલાએ ભાંવરોટા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. અત્યારે બાબા જેલમાં છે. સીકરની મહિલાએ બાબાના સેવકો સામે ડરાવવા-ધમકાવવા અંગે પણ ફરિયાદ કરી છે.

આશ્રમની હકીકત, અનેક પરિવારોની ચીસો દબાઈ ગઈ
બિંદાયકાની પીડિતાએ જણાવ્યું કે આશ્રમમાં જનારી મહિલોને બાબાના રૂમમાં લઈ જવામાં આવતી હતી. બાબાને જે મહિલા પોતાની જાતને સમર્પિત કરી દેતી તો તે યોગ્ય, અન્યથા તેને ભાંગનો નશો કરાવી દુષ્કર્મ આચરવામાં આવતુ હતું. બાબાની કેટલીક ખાસ સેવિકાઓ હતી, જો કોઈ મહિલા ગર્ભવતી થઈ જાય તો સેવિકા મહિલાઓને બોલાવી ગોળીઓ ખવડાવી દેવામાં આવતી હતી. ડરને કારણે આશ્રમમાં પીડિત પરિવારની વ્યથા અને પીડા દબાયેલી રહેતી હતી.

આશ્રમમાંથી ભાંગના છોડ મળી આવ્યા
હરમાડા પોલીસે તપસ્વી બાબાની ધરપકડ થયા બાદ એક આશ્રમમાંથી ભાંગના છોડ પણ મળી આવ્યા છે. તપસ્વી બાબા આશ્રમમાં જ ભાંગની ખેતી કરતો હતો. પોલીસે બાબાના દિલ્હી સ્થિત આશ્રમમાંથી એક સેવકની પણ ધરપકડ કરી હતી. બાબા અત્યારે જેલમાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આશ્રમમાંથી 24 કિલો ભાંગ મળી આવી હતી. આ ભાંગના છોડથી તે પ્રસાદ તો ક્યારેક પેકેટ બનાવી મહિલાઓને ખવડાવતો હતો. નશામાં હોવાથી મહિલાઓ સાથે બાદમાં દુષ્કર્મ આચરતો હતો.

આર્કિટેક્ટ પતિ અને M.Sc.પાસ પત્ની વચ્ચેના વિવાદનો લાભ લીધો
ભાસ્કરે બિંદાયકાની પીડિત M.Sc.પાસ મહિલા અને તેના આર્કિટેક્ટ પતિ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જીવનની સૌથી મોટી ભૂલ કરી બેઠા છે. તે કહે છે કે એક દિવસ પત્ની સાથે વિવાદ થયો. આ ઝઘડાની સ્થિતિ મારઝૂંડ સુધી પહોંચી ગઈ.પત્ની પિયર જતી રહી. કેટલાક દિવસ સુધી વાતચીત બંધ રહી. ત્યારે પત્નીને તેની બહેને તપસ્વી બાબા પાસે આશ્રમ જવાની વાત કહી. બાબાએ બન્ને પતિ-પત્નીને આશ્રમમાં આવવા માટે કહ્યું. બન્ને આશ્રમમાં આવવા લાગ્યા.​​​​​​​

આશ્રમમાં તપસ્વી બાબા ચલમ પી રહ્યો છે. આશ્રમમાં આવનારી મહિલા જો પોતાની જાતને બાબા સમક્ષ સમર્પિત ન કરે તો તેને ભાંગનો નશો કરાવી દુષ્ક્રમ આચરતો હતો
આશ્રમમાં તપસ્વી બાબા ચલમ પી રહ્યો છે. આશ્રમમાં આવનારી મહિલા જો પોતાની જાતને બાબા સમક્ષ સમર્પિત ન કરે તો તેને ભાંગનો નશો કરાવી દુષ્ક્રમ આચરતો હતો

પહેલી વખત હાથ-પગ દબાવડાવ્યા, કહ્યું-પરીક્ષા કરતા હતા
પીડિત મહિલાએ કહ્યું કે તે આશ્રમમાં જવા લાગી તો બાબાની સેવિકાએ રાત રોકાઈ સેવા કરવાની વાત કહી. તે રાત્રે આશ્રમમાં રોકાઈ તો તેને અન્ય મહિલાઓ સાથે બાબાના રૂમમાં લઈ જવામાં આવી. ત્યાં કેટલીક સેવિકાઓ હાથ-પગ દબાવી રહી હતી. તે ચોથા દિવસે ગઈ તો બાબાએ કપડા ઉતારવાનું કહ્યું. તે ડરીને નીચે જવા લાગી, તો બાબાએ કહ્યું કે તારી પરીક્ષા લઈ રહ્યો હતો.​​​​​​​

ડરાવી-ધમકાવી કરતો રહ્યો દુષ્કર્મ
આર્કિટેક્ટ પતિએ કહ્યું કે તેની તપ્નીને બાબાએ રૂમમાં બોલાવી. તેને ભાંગની ગોળી ખવડાવી દીધી. નશામાં હોવાથી બાબા બોલ્યા-સમર્પણની ભાવના રાખો. ત્યારબાદ તેણે દુષ્કર્મ કર્યું. તે આ ઘટના થઈ ત્યાર પછીના 6 મહિના સુધી આશ્રમમાં ન ગઈ. ફરી બોલાવવામાં આવી. ત્યારબાદ ડરાવી-ધમકાવીને ફરી દુષ્કર્મ કર્યું. પતિને બરબાદ કરવાની ધમકી આપી. વારંવાર આશ્રમ બોલાવી દુષ્કર્મ કરતો રહ્યો બાબા. પીડિત પાસેથી મંદિર અને ગૌશાળા બનાવવાના નામે રૂપિયા 13 લાખ કરતાં વધારે રકમ એકત્રિત કરી લીધી.​​​​​​​

પાંચ આશ્રમમાં જવાના અલગ-અલગ દિવસ નક્કી કર્યાં
પીડિતના પતિએ કહ્યું કે બાબાનો પહેલો આશ્રમ મુકુંદપુરા, બીજો દિલ્હી રોડ પર ચૌક ગામ, ત્રીજો સીકરમાં કોછોર, ચોથો ડિગ્ગી રોડ પર અને પાંચમો કાલવાડ રોડ પર છે. બાબાએ દરેક આશ્રમમાં જવા માટે અલગ-અલગ દિવસ નક્કી કર્યાં છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે દરેક આશ્રમમાં 150થી વધારે સેવક-સેવિકાઓ છે.