• Gujarati News
  • National
  • In Jabalpur, Nand And Bhabhi Run A Dairy Together, Earning Rs. 2 Crore Turnover, Everything From Orders To Delivery Online

આજની પોઝિટિવ ખબર:જબલપુરમાં નણંદ અને ભાભી સાથે મળીને ચલાવે છે ડેરી, વાર્ષિક રૂ. 2 કરોડનું ટર્નઓવર, ઓર્ડરથી લઈને ડિલિવરી સુધીનું બધું જ ઓનલાઇન

ભોપાલએક વર્ષ પહેલાલેખક: ઇન્દ્રભુષણ મિશ્ર
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના  જબલપુરનાં વંદના અગ્રવાલ અને ડો. મોનિકા અગ્રવાલ ડેરી ચલાવે છે. એક વર્ષ પહેલાં તેમણે શરૂઆત કરી હતી. આજે 400 ગ્રાહકો છે, 200થી વધુ પશુ છે. - Divya Bhaskar
મધ્યપ્રદેશના જબલપુરનાં વંદના અગ્રવાલ અને ડો. મોનિકા અગ્રવાલ ડેરી ચલાવે છે. એક વર્ષ પહેલાં તેમણે શરૂઆત કરી હતી. આજે 400 ગ્રાહકો છે, 200થી વધુ પશુ છે.
  • 44 વર્ષીય વંદના અગ્રવાલે એન્વાયર્નમેન્ટ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે, જ્યારે 36 વર્ષીય મોનિકા અગ્રવાલ વેટરિનરી ડોક્ટર છે, બંને મળીને 400 ઘરોમાં દૂધ, પનીર અને ખોયા સપ્લાય કરે છે
  • ગ્રાહકોને દૂધનું સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યું છે, જેમાં ક્યુઆર કોર્ડ હોય છે, જ્યારે દૂધ પહોંચાડતી વખતે મોબાઇલમાંથી કાર્ડ સ્કેન કરવામાં આવે છે, ત્યારે તેમના વોલેટમાંથી પૈસા કપાઈ જાય છે.

મધ્યપ્રદેશના જબલપુરનાં વંદના અગ્રવાલ અને ડોક્ટર મોનિકા અગ્રવાલ બંને નણંદ - ભાભી છે. બંનેમાં જબરદસ્ત સંકલન છે, પારિવારિક અને બિઝનેસ પાર્ટનર તરીકે પણ. બંને સાથે મળીને જબલપુરમાં ડેરી ચલાવે છે, એ પણ હાઈટેક ડેરી, જેમાં સમગ્ર સિસ્ટમ કેશલેશ અને ઓનલાઇન છે. ડિલિવરીથી લઈને મેઇન્ટેઇનન્સ સુધીનું તમામ. અત્યારે લગભગ 400 ઘરોમાં દૂધ, પનીર અને ખોયા સપ્લાય કરે છે.

44 વર્ષીય વંદના અગ્રવાલે એન્વાયર્નમેન્ટ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે, જ્યારે 36 વર્ષીય મોનિકા અગ્રવાલ વેટરિનરી ડોક્ટર છે. વંદનાના પિતા અને પતિ બંને પશુ-ચિકિત્સક છે, એટલે કે કુટુંબમાં ત્રણ લોકો પશુ-ચિકિત્સક ડોકટરો છે, તેથી પ્રાણીઓ સાથે જોડાણ થવું સ્વાભાવિક છે.

વંદના કહે છે, 'વર્ષ 2008માં મારા પુત્રની તબિયત કથળી હતી. ડોક્ટરે કહ્યું, બહારનું દૂધ ન પિવડાવવું. પેકેટવાળું તો બિલકુલ નહીં. પછી ભાઈએ એક ભેંસ ખરીદી અને અમે બાળકને ઘરનું દૂધ જ પિવડાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પિતાએ કહ્યું હતું કે આપણે એવું કંઈક કરવું જોઈએ, જેમાં આપણને તો શુદ્ધ દૂધ મળે અને બીજાને પણ શુદ્ધ દૂધ મળે. અમને પણ તેમની આ ભલામણ સારી લાગી. વિચાર્યું, ચાલો પ્રયત્ન કરીએ. ત્યાર બાદ મારા ભાઈએ ચાર ભેંસો સાથે દૂધનું નાનું-મોટું કામ શરુ કર્યું. ત્યારે અમે ડેરી ખોલવાનું કે આ પ્રકારનું સ્ટાર્ટઅપ શરૂ કરવા બાબતે વિચાર્યું ન હતું.

હાલમાં તેમની પાસે 200થી વધુ ભેંસ અને 10-12 ગાય છે. આ લોકો 400થી વધુ ઘરોમાં દૂધ પહોંચાડે છે.
હાલમાં તેમની પાસે 200થી વધુ ભેંસ અને 10-12 ગાય છે. આ લોકો 400થી વધુ ઘરોમાં દૂધ પહોંચાડે છે.

વંદના કહે છે, 'ગયા વર્ષે ભાઈએ કહ્યું હતું કે આપણે આ કાર્યને આગળ વધારવું જોઈએ, પરંતુ સમસ્યા એ હતી કે આ કાર્યને એકલા કેવી રીતે સંચાલિત કરીશું. પછી મેં અને ભાભીએ નક્કી કર્યું કે અમે બંને મળીને ધંધો સંભાળીશું, પપ્પાએ પણ અમારો પૂરો સહયોગ આપ્યો. ત્યાર બાદ અમે બેંક પાસેથી લોન લીધી અને પોતાની ડેરી શરૂ કરી દીધી.

વંદના પ્રોડક્ટ પ્રમોશન અને ડિલિવરીનું કામ સાંભળે છે. તે કહે છે કે 'શરૂઆતમાં ગ્રાહક સુધી પહોંચવાનો રસ્તો માઉથ પબ્લિસિટી હતું. જેમને આમારી પ્રોડક્ટ પસંદ પડતી હતી તેઓ તે પ્રોડક્ટ વિશે બીજાને જણાવતા હતા. પછી અમે પોસ્ટર લગાવ્યાં અને પેમ્પલેટ વહેંચ્યાં, ન્યૂઝપેપરમાં પણ જાહેરાત આપી હતી. આ રીતે ધીરે-ધીરે અમારા ગ્રાહકો વધતા ગયા. આ સાથે અમારાં પશુઓની સંખ્યા પણ વધતી ગઈ. અત્યારે અમારી પાસે 200થી વધુ ભેંસો અને 10-12 ગાય છે. 400થી વધુ ઘરોમાં દૂધ સપ્લાય કરવામાં આવે છે. વાર્ષિક રૂ. 2 કરોડનું ટર્નઓવર છે, સાથે 25 લોકોને રોજગારી પણ મળી રહી છે.

વંદના કહે છે, ગાય અને ભેંસનું દૂધ કાઢ્યા પછી એને અલગ કન્ટેનરમાં સ્ટોર કરીએ છીએ. ત્યાર પછી અમે એની ગુણવત્તાની તપાસ કરીએ છીએ.
વંદના કહે છે, ગાય અને ભેંસનું દૂધ કાઢ્યા પછી એને અલગ કન્ટેનરમાં સ્ટોર કરીએ છીએ. ત્યાર પછી અમે એની ગુણવત્તાની તપાસ કરીએ છીએ.

વંદનાની ભાભી મોનિકા અગ્રવાલ પ્રોડક્ટની ગુણવત્તા, પ્રાણીઓની સંભાળ રાખવા અને અકાઉન્ટ મેઇન્ટેઇન કરવાનું કામ કરે છે. તે કહે છે, 'એક ડોક્ટર તરીકે હું પ્રાણીઓના સ્વાસ્થ્યની સાથે-સાથે દૂધની ગુણવત્તા પણ તપાસું છું. જો કોઈ પશુની તબિયત ખરાબ છે અથવા તો દૂધ બાબતની કોઈ મુશ્કેલી છે, તો અમે તેને અલગ આઇસોલેટ કરી દઈએ છીએ. ફક્ત સ્વસ્થ પશુઓનું જ દૂધ ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ, કોઈપણ પરિસ્થિતિમાં ક્વોલિટી સાથે સમાધાન કરતા નથી. એ જ અમારી તાકાત છે.

કેવી રીતે તૈયાર કરીએ છીએ પ્રોડક્ટ

વંદના વધુમાં કહે છે, ગાય અને ભેંસનું દૂધ અલગ-અલગ કન્ટેનરમાં સ્ટોર કરીએ છીએ. આ પછી અમે દૂધની ગુણવત્તા ચકાસીએ છીએ. પછી એને ઠંડું કરવા માટે બલ્ક મિલ્ક કૂલર એટલે કે બીએમસીમાં મૂકવામાં આવે છે. ત્યાંથી દૂધ પેકિંગ યુનિટમાં જાય છે, જ્યાં તેનું પેકિંગ કરવામાં આવે છે. તેવી જ રીતે અમે પનીર અને ખોયા પણ તૈયાર કરીએ છીએ.

એપની મદદથી ઓર્ડર, ડિલિવરી અને પેમેન્ટ

વંદના કહે છે, અમે દૂધ અને અન્ય ઉત્પાદનોની સપ્લાય માટે એક એપ્લિકેશન બનાવી છે. 24K દૂધ નામની આ એપ ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કર્યા પછી તમારું અકાઉન્ટ બનાવવું પડે છે. એ પછી ઓનલાઇન વોલેટમાં થોડી રકમ ઉમેરવી પડશે.

આ સાથે અમે તમામ ગ્રાહકોને દૂધનું સ્માર્ટ કાર્ડ આપ્યું છે, જેમાં ક્યુઆર કોર્ડ લાગેલો છે. જ્યારે દૂધનું વિતરણ કરનાર તેમના ઘરે જાય છે ત્યારે તેઓ મોબાઇલથી તેમનું કાર્ડ સ્કેન કરે છે. કાર્ડ સ્કેન થતાંની સાથે જ તેના વોલેટમાંથી પૈસા કપાઈ જાય છે.

વંદના કહે છે, "જો કોઈ ગ્રાહકને કોઈ દિવસ દૂધ નથી જોઈતું, તો તેણે અમને ફોન કરવાની જરૂર નથી. તે એપ પર પોતાની રજા મૂકી શકે છે. એટલું જ નહીં, જો તેને વધારાનું દૂધ અથવા અન્ય કોઈ પ્રોડક્ટ જોઈએ છે, તો તે એપ્લિકેશન દ્વારા તે પણ કહી શકે છે. બીજા દિવસે જ્યારે ડિલિવરી બોય તેના ઘરે જશે ત્યારે તે દૂધ સાથે બીજી પ્રોડક્ટ પણ સાથે લઈ જશે.

દૂધના સપ્લાય માટે તેમણે સ્પેશિયલ વાન રાખી છે, જેમાં દૂધને ઠંડું રાખવાની વ્યવસ્થા પણ છે, જેથી ગરમીને લીધે દૂધ બગડે નહીં.
દૂધના સપ્લાય માટે તેમણે સ્પેશિયલ વાન રાખી છે, જેમાં દૂધને ઠંડું રાખવાની વ્યવસ્થા પણ છે, જેથી ગરમીને લીધે દૂધ બગડે નહીં.

તેઓ કહે છે, દરેક વસ્તુ કેશલેસ અને ઓનલાઇન હોવાને કારણે, હિસાબ રાખવો પણ સરળ બને છે. દૈનિક હિસાબ, કોને-કોને કઈ કઈ વસ્તુ આપવામાં આવી અને ક્યારે કોની રજા હતી, બધું જ ઓન રેકોર્ડ પર હોય છે. આ ઉપરાંત, જેઓ અમારા નિયમિત ગ્રાહકો નથી, તેઓ પણ અમને ફોન કરીને ઓર્ડર આપી શકે છે. અમારી ડિલિવરી બોય પાસે એક વધારાનું સ્માર્ટકાર્ડ પણ હોય છે, જ્યાંથી તેઓ તેને સ્કેન કરે છે અને દૂધ આપે છે.

વંદના કહે છે, કોરોનાને કારણે ઓનલાઇન સિસ્ટમ રાખવામાં મોટો ફાયદો થયો છે. અમે અમારા ગ્રાહકના ઘરના દરવાજા અથવા દીવાલ પર ક્યુઆર કોડ લગાવી દઈએ છીએ. અમે તેમને ત્યાં દૂધ રાખતા હતા અને અમારા ડિલિવરીમેન તેમના ફોનથી ક્યુઆર કોર્ડ સ્કેન કરી લેતા હતા.

બહારથી ઘાસચારો ખરીદવાની જરૂર નથી, છાણમાંથી ખાતર તૈયાર કરીએ છીએ

વંદના કહે છે, 'અમારે બહારથી પ્રાણીઓ માટે ઘાસચારો ખરીદવાની જરૂર નથી રહેતી. અમે અમારા ખેતરમાં તેમના માટે ઘાસચારો ઉગાડીએ છીએ અને પશુઓની ખાદ્ય વસ્તુઓ તૈયાર કરીએ છીએ. અમે પશુઓના છાણમાંથી ખાતર બનાવીએ છીએ અને તેને આસપાસના ખેડૂતોને વેચી દઈએ છીએ. આગળ અમે એક ગોબર ગેસનો પ્લાન્ટ પણ સ્થાપવા જઈ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...