તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Indore, A Young Woman Danced At A Red Light On A Four lane Road And Made The Video Viral, The MP's Home Minister Ordered Legal Action.

ક્રોસિંગ પર ડાન્સ ભારે પડ્યો:ઈન્દોરમાં ચાર રસ્તે રેડ લાઈટના સમયે યુવતીએ ડાન્સ કરી વીડિયો વાઈરલ કર્યો, MPના ગૃહમંત્રીએ કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

2 દિવસ પહેલા
યુવતીએ ક્રોસિંગ પર રેડ લાઈટ સિગ્નલ પર ડાન્સ કર્યો હતો- વાઈરલ વીડિયોમાંથી લીધેલો ફોટો

મધ્ય પ્રદેશમાં ઈન્દોરમાં એક વ્યસ્ત ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઈટના સમયે એક યુવતીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અધિકારીઓને આ વીડિયોની તપાસ કરી યુવતી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે. મિશ્રાએ ટ્વિટર પર કહ્યું કે યુવતીના ડાન્સનો વીડિયો મારા નજરમાં આવ્યો છે. આ વીડિયો બનાવવા પાછળ યુવતીનો ભાવ ભલે ગમે તે રહ્યો હોય પણ તેની રીત ખોટી છે. મેં અધિકારીઓને આદેશ આપ્યો છે કે યુવતી પર કાયદાકીય નિયમોના આધારે કાર્યવાહી કરવામાં આવે કેમકે બીજી વખત આવા બનાવો ન બને.

મંગળવારે બપોરે ઈન્દોરના રસોમાં ચાર રસ્તા પર એક યુવતીનો ફ્લેશ મોબ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓમાંના એક ચાર રસ્તા પર શ્રેયા કાલરા નામની મોડલ રેડ લાઈટ દરમિયાન રસ્તા વચ્ચે ડાન્સ શરુ કરી દીધો અને ત્યાં હાજર લોકો ચોંકી ઉઠ્યા. તે મોડલનું કહેવું છે કે તેણે સોશિયલ મીડિયા પર લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવા માટે ફ્લેશ મોબનો વીડિયો ઉતાર્યો હતો.

વીડિયો વાઈરલ થયા બાદ ટ્રાફિક વિભાગે યુવાઓને અપીલ કરી હતી કે તેઓ એવી જગ્યા પર વીડિયો ઉતારે જ્યા જીવનું જોખમ ન હોય. વીડિયો વાઈરલ થયા બાદ ડીએસપીએ કહ્યું હતું કે યુવાનો મનોરંજન માટે અલગ-અલગ એક્ટિવિટી કરે છે પરંતું તેમને ધ્યાન રાખવું જોઈએ કે એવી કોઈ પ્રવૃત્તિ ના કરે કે જેથી એમના જીવ પર જોખમ ઉભું થાય. ટ્રાફિકના સમયે આવું કરવા પર જીવનું જોખમ ઉભું થાય છે.

અન્ય સમાચારો પણ છે...