તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In India, The Company's Interim Grievance Officer Resigned, Appointed A Few Days Ago Under The New IT Rules.

ટ્વિટર ફરી મુશ્કેલીમાં:ભારતમાં કંપનીના ઈન્ટરિમ ગ્રીવિયન્સ ઓફિસરે પદ છોડ્યું, નવા IT નિયમો હેઠળ કેટલાક દિવસ અગાઉ નિમણૂંક પામ્યા હતા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક ફોટો) - Divya Bhaskar
(પ્રતિકાત્મક ફોટો)

ભારતમાં ટ્વિટર તરફથી નિમણૂંક કરવામાં આવેલા ગ્રીવિયન્સ ઓફિસરે એક જ સપ્તાહમાં પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ગ્રીવિયન્સ ઓફિસર તરફથી IT નિયમો હેઠળ આ નિમણૂંક કરવામાં આવી હતી. તેમનું કામ યુઝરની ફરિયાદો સાંભળવાનું હતુ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધર્મેન્દ્ર ચતૂરની તાજેતરમાં જ ટ્વિટરે ભારતમાં વચગાળાના ગ્રીવિયન્સ ઓફિસર તરીકે નિમણૂંક કરી હતી. અલબત હવે તેમણે રાજીનામુ આપી દીધુ છે. સોશિયલ મીડિયા કંપનીની વેબસાઈટ પર હવે તેમનું નામ દેખાતુ નથી. આ નામ દર્શાવવું IT નિયમ 2021 હેઠળ જરૂરી છે. જોકે ટ્વિટરે આ અંગે કોઈ જ ટિપ્પણી કરી નથી.

આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના નવા સોશિયલ મીડિયા નિયમોને લઈ ભારત સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે. સરકારે ટ્વિટર પર જાણીજોઈને નિયમોનું પાલન નહીં કરવા અને દેશના નવા IT નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ તેની આકરી ઝાટકણી કાઢી છે.

નવા નિયમો પ્રમાણે નિમણૂંક જરૂરી
25 મેથી લાગુ થયેલા નવા નિયમો પ્રમાણે સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાના યુઝર્સ અથવા પીડિતોની ફરિયાદને દૂર કરવા માટે એક મિકેનિઝમ તૈયાર કરવું જરૂરી છે. તે હેઠળ 50 લાખથી વધારે યુઝર બેઝ ધરાવતી તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ આવી ફરિયાદોનો ઉકેલ મેળવવા માટે ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે.

આ સાથે જ તમામ અધિકારીઓના નામ અને કોન્ટ્રેક્ટ સહિતની સંપૂર્ણ માહિતી શેર કરવી પડશે. મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ એક ફરિયાદ અધિકારી, એક નોડલ કોન્ટ્રેક્ટ પર્સન અને એક ગ્રીવિયન્સ ઓફિસરની નિમણૂંક કરવાની રહે છે. આ તમામ અધિકારીઓ ભારતમાં રહેવા જોઈએ.

હવે અધિકારીની જગ્યાએ કંપનીનું નામ
ટ્વિટરે 5 જૂનના રોજ સરકાર તરફથી આપવામાં આવેલી નોટિસના જવાબમાં કહ્યું હતું કે તે નવા IT નિયમોનું પાલન કરવાનો ઈરાદો ધરાવે છે અને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની વિગતો શેર કરવાની રહેશે. દરમિયાન માઈક્રોબ્લોગિંગ પ્લેટપોર્મે ધર્મેન્દ્ર ચતુરને ભારત માટે ઈન્ટરિમ ગ્રીવિયન્સ ઓફિસરની નિમણૂંક કરી હતી.

ટ્વિટર હવે ભારતના ફરિયાદ અધિકારીની જગ્યાએ કંપનીનું નામ, અમેરિકાનું સરનામું અને ઈમેલ ID દેખાડે છે. એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે કંપનીએ ઈન્ટરમીડિયરી તરીકે લીગલ પ્રોટેક્શન ગુમાવ્યા છે. હવે પોતાના યુઝરની પોસ્ટના કન્ટેન્ટ માટે કાયદાકીય રીતે જવાબદારી કંપનીની રહેશે.