મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાની CMHO (ચીફ મેડિલકલ હેલ્ડ ઓફિસર)ની ઓફિસ ગુરુવારે અખાડો બની ગઈ. અહીં મહિલા સ્વાસ્થ્ય કર્મચારીઓ વચ્ચે જોરદાર લાતો-મુક્કાનો ખેલ જોવા મળ્યો. લગભગ અડધો કલાક સુધી હોબાળો થતો રહ્યો. ઓફિસમાં હાજર લોકોએ આ વિરાંગનાઓને છોડાવવાને બદલે વીડિયો બનાવતા રહ્યા. મારામારીનું કારણ જૂનો વિવાદ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, પિપરિયા બીએમઓ કાર્યાલયના લિપિક હેમા રાઠોડે બપોરે કોઈ કામને લઈને CMHO ઓફિસ આવ્યાં હતાં. આ દરમિયાન મહિલા હેલ્થ વર્કર અનામિક વર્મા, તેમની દીકરી ડોકટર અનમોલ વર્મા અને અન્ય એક મહિલા પણ ત્યાં પહોંચી હતી. તેમણે મહિલા સ્વાસ્થ્ય કર્મચારી હેમાના વાળ પકડીને મારામારી શરૂ કરી દીધી હતી. તેને જમીન પર પટકી દીધી, જે બાદ લાતો-મુક્કાઓ મારવા લાગી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો બનાવી દીધો.
હેમાએ આ મામલે અનામિકા, અનમોલ તેમજ અન્ય યુવતી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR કરી છે. હેલ્થ વર્કર અનામિકા પણ પોતાની દીકરી ડૉ. અનમોલની સાથે કેસ દાખલ કરાવવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી. મળતી માહિતી મુજબ, અનામિકના પતિ મદન વર્મા સાથેના સંબંધની શંકાને લઈને આ લોકો વચ્ચે વિવાદ થતો રહેતો હતો. આ વાતને લઈને ગુરુવારે મારામારી જોવા મળી.
CMHO ઓફિસમાં કલાર્ક છે પતિ
મળતી માહિતી મુજબ, અનામિકનો પતિ મદન વર્મા CMHO ઓફિસમાં કલાર્ક છે. તેની દીકરી પણ ડોકટર છે. અનામિકા અને મહિલા સ્વાસ્થ્ય કર્મચારી હેમા રાઠોરનો જૂનો વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને મહિલા પોલીસ સ્ટેશન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન હોશંગાબાદમાં પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અનામિકાની ડોકટર દીકરી અનમોલ વર્મા થોડાં સમય પહેલાં જ પ્રસૂતાના મોતના મામલે હટાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.