• Gujarati News
  • National
  • In His Book, Salman Khurshid Compares Hindutva With The Terrorist Organization ISIS By Throwing Stones At A House In Nainital; Also Set Fire

કોંગ્રેસ નેતાના ઘર પર પથ્થરમારો:સલમાન ખુર્શીદે પોતાના પુસ્તકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠનો સાથે કરતા હોબાળો, નૈનીતાલ સ્થિત ઘરે પથ્થરમારો કરી આગ પણ લગાવી

14 દિવસ પહેલા
  • ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ તેમના પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા'ને લઈને વિવાદોમાં છે

નૈનીતાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના ઘર પર આગચંપી અને પથ્થરમારો થયો છે. કોંગ્રેસ નેતાએ આ ઘટનાની માહિતી ફેસબુક પર શેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપદ્રવિઓના હાથમાં ભાજપનો ઝંડો હતો અને તેઓ સાંપ્રદાયિક નારા લગાવી રહ્યા હતા.

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ તેમના પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા'ને લઈને વિવાદોમાં છે. સલમાન ખર્શીદે પોતાના પુસ્તકમાં હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠનો ISIS અને બોકો હરામ સાથે કરી છે અને હિંદુત્વના રાજકારણને ખતરનાક ગણાવી છે.

ફેસબુક પર ઘટનાની તસવીરો શેર કરતા સલમાન ખુર્શીદે કહ્યું, શું હું હજુ પણ ખોટો છું? શું આ હિન્દુત્વ હોઈ શકે?

ફોટો- સલમાન ખુર્શીદ ફેસબુર અકાઉન્ટ
ફોટો- સલમાન ખુર્શીદ ફેસબુર અકાઉન્ટ

શનિવારે VHPએ સલમાન ખુર્શીદનું પૂતળું બાળ્યું હતું
આ અગાઉ શનિવારે શાહજહાંપુરમાં VHPએ સલમાન ખુર્શીદનું પૂતળું બાળ્યું હતું. એટલું જ નહીં વિશ્વ હિન્દુ પરિષદે ખુર્શીદની જીભ કાપી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન VHP કાર્યકર્તાઓએ કહ્યું હતું કે આવા લોકોને પાકિસ્તાન મોકલવા જોઈએ.

પુસ્તક લોન્ચ થયા પછી સલમાન ખુર્શીદ સતત વિવાદોમાં છે
પુસ્તક લોન્ચ થયા પછી સલમાન ખુર્શીદ સતત વિવાદોમાં છે

પુસ્તકના કેટલાક ભાગો પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે
તેમણે હિંદુત્વની સરખામણી ISIS અને બોકો હરામ સાથે કરી હતી. આ પુસ્તકના એક પ્રકરણ- 'સેફ્રોન સ્કાય'માં, સલમાન ખુર્શીદ લખે છે કે- હિન્દુત્વ સનાતન અને સંતોના પ્રાચીન હિન્દુ ધર્મને બાજુ પર મૂકી રહ્યું છે, જે દરેક રીતે ISIS અને બોકો હરામ જેવા જેહાદી ઇસ્લામિક સંગઠનોની જેમ છે.

અન્ય સમાચારો પણ છે...