• Gujarati News
  • National
  • In Himachal Pradesh, The Bus Skidded Off The Highway And Plunged Into A 300 meter Ditch, With The Driver Holding The Brakes Until The Last Passenger Disembarked.

જીવને જોખમમાં મુકી 25 લોકોને બચાવ્યા:હિમાચલ પ્રદેશમાં હાઈવેથી લપસીને બસ 300 મીટર ખાઈમાં લટી રહી, ડ્રાઈવરે છેલ્લો મુસાફર ઉતર્યો ત્યા સુધી બ્રેક દબાવી રાખી

સિરમૌર5 મહિનો પહેલા
બસની એક્સલ તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ. તેને લીધે ડ્રાઈવરે બસ પર નિયંત્રણ ગુમાવી દીધું
  • છેલ્લે મુસાફરો અને ક્લિનરે ડ્રાઈવરને બસમાંથી બચાવ્યો

હિમાચલ પ્રદેશના સિરમૌરમાં શુક્રવારે બપોરે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અહીં શિલાઈમાં બોહરાદ ખડ્ડ પાસે નેશનલ હાઈવે-707 પર એક પ્રાઈવેટ બસ લપસીને એક ઉંડી ખાઈમાં લટકી ગઈ હતી. આ ઘટના બની ત્યારે બસમાં 24 લોકો મુસાફરી રહી રહ્યા હતા. ડ્રાઈવરે બસને બ્રેક લગાવી હતી. તમામ મુસાફરો ઉતર્યાં ત્યા સુધી ડ્રાઈવરે બ્રેક લગાવેલી રાખી હતી. ત્યારબાદ મુસાફરોએ ક્લિનરની મદદથી ડ્રાઈવરને બચાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ બચમાં અચાનક જ એક્સલ તૂટી ગઈ હતી. તેને લીધે ડ્રાઈવર બસ પર નિયંત્રણ રાખી શક્યો ન હતો. તેને પગલે બસ માર્ગની નજીક આવેલી ઊંડી ખીણ તરફ આગળ વધવા લાગી હતી. અલબત બસ જ્યા અટકી ત્યાં નીચે 300 મીટર ઊંડી ખીણ હતી. આ જોઈને બસમાં મુસાફરી કરી રહેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. આ જોખમી સ્થિતિમાં ડ્રાઈવરે ખૂબ જ સાવચેતી દાખવી અને બસને બ્રેક લગાવી હતી.

આ બસ પાંવટા સાહિબથી ગત્તાધાર રુટ જઈ રહી હતી
આ બસ પાંવટા સાહિબથી ગત્તાધાર રુટ જઈ રહી હતી

ડ્રાઈવરે છેલ્લી ઘડી સુધી બ્રેક પર પગ જમાવી રાખ્યો
આ બસ પાંવટા સાહિબથી ગત્તાધાર રુટ જઈ રહી હતી. કફોટાથી લગભગ 10 કિમી દૂર બસ બોહરાદ પાસે ઉતરાઈ પહોંચી હતી. ત્યારે તેની એક્સલ તૂટી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા લોકોએ જણાવ્યું કે ડ્રાઈવરે ગભરાયા વગર બસ પર નિયંત્રણ મેળવી લોકોના જીવ બચાવવા તમામ પ્રયત્નો કર્યાં હતા. તેણે જોરથી બ્રેક લગાવી અને જ્યા સુધી અંતિમ વ્યક્તિ બસમાંથી ન ઉતરી ત્યા સુધી બ્રેક પર પગ જમાવી રાખ્યો. તમામ મુસાફરો ઉતર્યાં ત્યા સુધી બસના ટાયરની નીચે ઓટ લગાવી ડ્રાઈવરને પણ બહાર કાઢી લીધા હતા.

પાંવટા સાહિબના DSP વીર બહાદુરે કહ્યું કે ડ્રાઈવર, તેના સહયોગી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. જો આ તમામ ખાઈમાં પડી ગયા હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.