બિહારમાં શ્રાદ્ધ કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સનો VIDEO:હાથમાં પિસ્તોલ લઈને બાર ડાન્સરોએ આખી રાત ઠુમકા લગાવ્યા

11 દિવસ પહેલા

બિહારના વૈશાલીમાં શ્રાદ્ધ કાર્યક્રમમાં બાર ગર્લ્સના અશ્લીલ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ડાન્સનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના બાધનોચા ગામની છે.

બુધવારે રાત્રે ગામના એક વ્યક્તિ ઉદય રાયની માતાના શ્રાદ્ધ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ સભા અને શાંતિભોજ પછી બાર ગર્લ્સ હાથમાં પિસ્તોલ સાથે અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી હતી.

કાર્યક્રમમાં હાજર લોકો પણ ભરપૂર આનંદ લેતા જોવા મળ્યા હતા. કહેવાય છે કે કાર્યક્રમ દરમિયાન કોઈએ મહિલા ડાન્સરને પિસ્તોલ આપી હતી. આ પછી મહિલા ડાન્સરે પણ હાથમાં પિસ્તોલ લઈને ડાન્સ કર્યો હતો.

શ્રાદ્ધસભામાં અશ્લીલ ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પરંતુ કાયદાની મજાક ઉડાવનારી આ તસવીરોથી પોલીસ અજાણ છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ હાલ આ વિશે કઈપણ બોલવાનું ટાળી રહ્યા છે. તો બીજી તરફ વીડિયો વાઈરલ થતાં શ્રાદ્ધસભાનો આયોજક ઉદય રાય પણ ફરાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...