• Gujarati News
  • National
  • In Gurugram, Robbers Terrorized In Broad Daylight, Strangled A Worker And Fled With A Mobile Phone And Cash.

ગુરુગ્રામનો શૉકિંગ VIDEO:મોબાઈલ માટે લૂંટારાએ ભરબજારમાં ગળું દબાવી દીધું, યુવક તરફડિયા મારવા લાગ્યો

એક મહિનો પહેલા

દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામમાં લૂંટારાઓ ધોળા દિવસે આતંક મચાવી રહ્યા છે. જેઓ રસ્તા પર જાહેરમાં લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ખાંડસા રોડ પર એક શ્રમિકને શેરીમાં બેઠો હતો, તે જ સમયે બે યુવકો તેની પાસે આવ્યા અને તેની પાસે ફોન કરવા માટે મોબાઈલ માંગવા લાગ્યા, પરંતુ શ્રમિકે કહ્યું કે તેના ફોનમાં બેલેન્સ નથી. તે પછી, જ્યારે તે વ્યક્તિ ઉભો થયો અને જવા લાગ્યો, ત્યારે એક શખ્સે તેનું પાછળથી ગળું દબાવીને તેને દબાવી દીધું. જેથી તે બેભાન થઈને નીચે પડી ગયો હતો. બાદમાં લૂંટારૂઓ તેનો મોબાઈલ અને 8 હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને લઈ પોલીસે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.