• Gujarati News
  • National
  • In Gujarat, Only The Leaders Are Uproarious, The People Are Not As Enthusiastic About The Elections As They Used To Be

ભાસ્કર ઓપિનિયનનેતાઓની જનતા વિનાની જાહેરસભા:ગુજરાતમાં માત્ર નેતાઓનો જ હલ્લાબોલ, ચૂંટણીને લઈને લોકોમાં પહેલાં જેટલો ઉત્સાહ નથી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે નેતાઓ જ બોલી રહ્યા છે, જ્યારે જનતા મૌન છે. મોટા ભાગનાં સ્થળોએ જાહેરસભાઓ પણ પહેલાંની જેમ ધમધમતી નથી. ટૂંકમાં કહીએ તો લોકો ચૂંટણીને લઈને પહેલાં જેટલા ઉત્સાહી નથી. ગામડાંમાં પણ જ્યારે અનેક વાહનોનો કાફલો એકસાથે આવે છે ત્યારે લોકો ઘરની બહાર નીકળે છે, પરંતુ શહેરોમાં ચૂંટણી ચાલી રહી હોય એવું લાગતું જ નથી. પોસ્ટરો અને બેનરો પર પહેલાં જેવી અસર જોવા મળી નથી. જનતાના મૌન અથવા ઉત્સાહનો અભાવ બે જ કારણ હોઈ શકે છે. ક્યાં તો લોકોએ નક્કી કરી લીધું છે કે કોને મત આપવો અથવા તેઓ આ ચૂંટણી અને એના પ્રચારથી કંટાળી ગયા છે, નારાજ છે. કંઈપણ સમજવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે જે ભાજપને પહેલાં જીતની ખાતરી હતી એ પણ નિશ્ચિત નથી એમ પાર્ટી અનુભવી રહી. કોંગ્રેસે એવું વિચાર્યું હોય તેમ લાગે છે કે હવે તેમને રાજ્યમાં સત્તા માટે દોડવાની જરૂર નથી. તે 2024ની લોકસભા ચૂંટણીમાં સીધા જ પોતાના પરાક્રમ બતાવશે. રાજ્યની ચૂંટણીમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ કોઈ અર્થ રહ્યો નથી. તેમનો ઉદ્દેશ પણ આગામી લોકસભા ચૂંટણીમાં જ દેખાઈ રહ્યો એમ લાગું રહ્યું છે.

ભારત જોડો યાત્રા વચ્ચે પ્રચાર કરવા રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા છે.
ભારત જોડો યાત્રા વચ્ચે પ્રચાર કરવા રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા છે.

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ રીતે હરાવવાને બદલે કોંગ્રેસ અને વિપક્ષમાં બેઠેલા તમામ પક્ષો 250 સીટ સુધી સીમિત કરવાના લક્ષ્ય સાથે આગળ વધવા માગે છે, કારણ કે આજે ભાજપે જે સ્તરે પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે ત્યાંથી તેમને 100-150 સુધી સીમિત કરવું અશક્ય છે. હા, તેમને 250 બેઠકો સુધી મર્યાદિત રહેવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. વિપક્ષ એ દૂરનાં લક્ષ્યોને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આગળ વધવા માગે છે, કારણ કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે રાજ્યોમાં ભાજપ પાસે 100 ટકા લોકસભા બેઠકો છે ત્યાં આ વખતે સત્તામાં આવવાની શક્યતા ઓછી છે. બે-બે, ત્રણ-ત્રણ બેઠકો ઘટે તોપણ વિપક્ષનો ઉદ્દેશ પૂરો થવાની શક્યતા વધી જાય છે.

PM મોદી પણ ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક જાહેરસભાઓ કરી હતી.
PM મોદી પણ ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક જાહેરસભાઓ કરી હતી.

ગુજરાતની વાત કરીએ તો આ વખતે વધારે સંઘર્ષ છે, તમામ પક્ષો માટે. પછી તે ભાજપ, કોંગ્રેસ કે આપ પાર્ટી હોય. અગાઉ ભાજપના ઉમેદવારોને જીતનો સ્પષ્ટ ખ્યાલ હતો. આ વખતે એવું નથી. બિહારની જેમ આ વખતે પણ આખી ચૂંટણી જ્ઞાતિના ગણિતમાં ફસાઈ ગઈ છે. પાર્ટીના બદલે આ વખતે માત્ર જ્ઞાતિઓ જ મત કાપશે અને જીત કે હાર પણ તે જ નક્કી કરશે. આટલું ચોકક્સપણે માનવામાં આવે છે કે આપ અને કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવવાના આંકડા સુધી પણ પહોંચવાનો પ્રયાસ પણ નથી કરી રહી. ટૂંકમાં, બમ્પર જીતની અપેક્ષા કોઈની પણ નથી. જોકે જનતાના મૌનનું સાચું કારણ 8 ડિસેમ્બરે જ ખબર પડશે, જ્યારે ચૂંટણીનાં પરિણામ આવશે.

અન્ય સમાચારો પણ છે...