લગ્નની લઘુતમ વયની ઐસીતૈસી:ગુજરાતમાં 24% યુવાનોના લગ્ન 21 વર્ષ પહેલાં થઈ જાય છેઃ સરવે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019થી 2021 દરમિયાન લેટેસ્ટ નેશનલ ફેમિલી હેલ્થ સરવેનું તારણ
  • હેલ્થ: દારૂ પીનારા 7%, તમાકુ ખાનારા 6% સુધી ઘટ્યા, વીમો લેવામાં ગુજરાત ચોથા ક્રમે

18થી 29 વર્ષની 25% મહિલાઓ અને 21થી 29 વર્ષના 15% પુરુષોનાં લગ્ન લઘુત્તમ કાનૂની વય પહેલાં થતા હોવાનું 2019થી 2021 દરમિયાન હાથ ધરાયેલા લેટેસ્ટ નેશનલ ફેમિલી હેલ્થ સરવેથી સામે આવ્યું છે. ભારતમાં લગ્ન માટેની લઘુત્તમ કાનૂની વય સ્ત્રીઓ માટે 18 અને પુરુષો માટે 21 વર્ષ છે. આ ઉંમર સ્ત્રીઓ માટે પણ 21 વર્ષ કરવાનું સરકાર વિચારી રહી છે.

21 વર્ષ પૂરા થયા પહેલાં એકંદરે 20-25 ટકા પુરુષો પરણી જાય છે. આવા પુરુષોનું પ્રમાણ બિહારમાં 25 ટકા, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 24 ટકા, ઝારખંડમાં 22 ટકા, અરુણાચલ પ્રદેશમાં 21 ટકા અને પશ્ચિમ બંગાળમાં 20 ટકા છે. 48 ટકા મહિલાઓ અનિચ્છનીય ગર્ભ રહેવાના કારણે ગર્ભપાત કરાવતી હોવાનું અને 16 ટકા મહિલાઓને ગર્ભપાત કરાવ્યા બાદ તકલીફો રહેતી હોવાનું પણ આ સરવે દ્વારા જાણવા મળ્યું છે.

દેશમાં દારૂ અને તમાકુનું સેવન કરનારા ઘટી રહ્યા છે. 2015-16માં 29% લોકો દારૂ પીતા હતા અને 45% લોકો તમાકુ ખાતા હતા પણ 2019થી 2021 દરમિયાન દારૂ પીનારા 22% અને તમાકુ ખાનારા 39% થઇ ગયા છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5 (એનએફએચએસ-5)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. 4 વર્ષમાં સ્લિમ મહિલાઓ 23%થી ઘટીને 19% થઇ છે.

દેશમાં મહિલાઓની ઉંમર વધવા સાથે તેમના પર ઘરેલુ હિંસા પણ વધી જાય છે. 18-19 વર્ષની 17% જ્યારે 40થી 49 વર્ષની 32% મહિલાઓ ઘરેલુ હિંસા વેઠે છે. રિપોર્ટ મુજબ 79.4% મહિલાઓ ક્યારેય તેમના પતિના જુલમોની ફરિયાદ જ નથી કરતી. જાતીય હિંસાના કેસમાં તો 99.5% મહિલાઓ મૌન સેવે છે. શહેરોની સરખામણીમાં ગામડાંમાં ઘરેલુ હિંસા વધુ સામાન્ય છે.

અન્ય સમાચારો પણ છે...