ઉત્તર પ્રદેશ:ગોરખપુરમાં એક બુરખાધારી મહિલા આખે આખી કાર ફૂંકીને ભાગી ગઈ, જુઓ CCTV ફૂટેજ

18 દિવસ પહેલા

એક મહિલા હાથમાં બૅગ લઈને ઊભી છે. આજુબાજુ જોઈને મહિલા બૅગમાંથી પેટ્રોલ ભરેલી બોટલ કાઢે છે અને કારના વ્હીલ પર છાંટી દે છે. આ દરમિયાન ત્યાં કેટલાક બાળકો પણ રમી રહ્યા છે. આ પછી તરત જ મહિલા દિવાસળીથી બે-ત્રણવાર આગ ચાંપવાનો પ્રયત્ન કરે છે પણ, કાર સળગતી નથી. આ પછી ફરીથી આગ ચાંપતાં આખેઆખી કાર ભડભડ સળગે છે અને મહિલા ત્યાંથી ભાગી જાય છે. આ ઘટનાના CCTV ફૂટેજ ઉત્તર પ્રદેશના છે. ગોરખપુરમાં મઝોલી વિસ્તારમાં શેરીમાં પાર્ક કરેલી કારમાં એક મહિલાએ આગ ચાંપી દીધી હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે મહિલા કારમાં આગ ચાંપીને જતી રહે છે. ઉલ્લેખનીય છે કે, કારમાં આગ લાગી ત્યારે ત્યાં રમતા બાળકોએ બૂમાબૂમ કરી હતી. જે બાદ ત્યાં લોકો દોડી આવ્યા હતાં અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી મહિલાની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...