ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઘરની બહાર તડકામાં બેસેલી મહિલાને હથિયારધારી લૂંટેરાએ લૂંટી લીધી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે બદમાશ હાથમાં બંદૂક લઈને આવે છે. મહિલાને ડરાવીને તેના ઘરેણા માગે છે. ત્યાર પછી મહિલા પોતાની ચેઈન ઉતારીને ફેંકી દેય છે. બદમાશ આટલે રોકાતો નથી, તે મહિલાના હાથથી તેનો ફોન પણ ખેંચી લેય છે. પછી બાઈક પર પોતાના સાથી સાથે ફરાર થઈ જાય છે.
આ ઘટના ગુરુવારે બપોરે લોનીની ડીએલએફ અંકુર વિહાર કોલોનીમાં બની હતી. પીડિત મહિલાનું નામ ગીતા છે. તે બપોરના સમયે પોતાના ઘરની બહાર તડકામાં બેઠી હતી. ઘટના સમયે મહિલાના ઘરમાં કોઈ હતું નહીં. અચાનકથી બાઈક પર બદમાશ ત્યાં પહોંચે છે. તેણે મહિલાને બંદૂક બતાવી. અચાનક બનેલી આ ઘટનાથી મહિલા ડરી ગઈ હતી. આ પછી બદમાશોએ મહિલાની સોનાની ચેઈન અને મોબાઈલ આંચકી લીધો હતો.
પાસેથી નીકળી રહેલા યુવકનો ફોન ખેંચવા પ્રયાસ
ત્યાંથી પસાર થતા યુવક પાસેથી ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો
તે જ સમયે, બદમાશોએ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક યુવકના હાથમાંથી ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ, યુવકે પોતાનો હાથ પાછો ખેંચી લીધો. આ ઘટનાથી ડરી ગયેલી મહિલા આ મામલે મીડિયાને કંઈપણ કહેવા તૈયાર નથી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
ગાઝિયાબાદમાં ત્રીજા માળેથી કૂદવાનો LIVE VIDEO
ગાઝિયાબાદના લોનીમાં પણ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ટ્રોનિકા સિટી વિસ્તારમાં એક યુવકે ત્રણ માળની ફેક્ટરીની છત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આમાં જોઈ શકાય છે કે યુવક ધાબા પર ઉભા રહીને પહેલા કંઈક બોલે છે. નીચે ઊભેલા લોકોએ યુવકને બચાવવા માટે બોરી નાખવાનું શરૂ કર્યું. ત્યારે જ યુવક ઉપરથી કૂદી પડે છે. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત નાજુક છે.
યુવકનું નામ ત્રિલોકી છે. તે હરદોઈનો રહેવાસી છે. દિલ્હી શકરપુર સ્થિત પોતાના માસા હરવીરના ઘરે રહે છે. તેણે પોતાના માસાના ઘરેથી ત્રણ મોબાઈલ ફોન ચોરી કર્યા હતા. આ મામલે હરવીરે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી પરિવારજનો તેને શોધી રહ્યા હતા. દિલ્હી પોલીસ પણ ત્રિલોકીને શોધી રહી હતી. પોલીસે તમામ ફોન ટ્રેસીંગ પર મુક્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.