- Gujarati News
- National
- Train Delays In Germany, Darcy Storm's Icy Terror: China Avoids Lunar Year Celebrations
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:જર્મનીમાં ટ્રેન-માર્ગ વ્યવહાર ઠપ, ડાર્સી તોફાનનો બર્ફિલો આતંકઃ બરફની ગાડીઓનો ફેસ્ટિવલ; પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ઘર, ખર્ચ 21 લાખ
ડાર્સી તોફાનને લીધે જર્મનીમાં ભારે હિમવર્ષા થઈ હતી. જેના પગલે ટ્રેન વ્યવહાર અને માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા હતા.
જર્મનીમાં ટ્રેન-માર્ગ વ્યવહાર ઠપ
ડાર્સી તોફાનને લીધે જર્મનીમાં તાપમાન પણ માઈનસમાં પહોંચી ગયું છે. દરેક સ્થળે બરફની ચાદર છવાઈ છે. સેન્ટ્રલ અને ઉત્તર જર્મનીમાં અનેક ટ્રેન રદ કરવી પડી હતી.
નેધરલેન્ડમાં અત્યંત ખરાબ વાતાવરણને લીધે નવ વર્ષમાં પહેલીવાર કોડ રેડ એલર્ટ જાહેર કરાયું હતું.
બરફની ગાડીઓનો ફેસ્ટિવલ
તસવીર રશિયાના મામાદિશ શહેરની છે. અહીં રવિવારે સનીફેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. તેમાં ભાગ લેનારા સ્પર્ધકો અનોખી ગાડીઓ લઈને પહોંચ્યા હતા.
રશિયામાં આ ઉત્સવમાં લોકો બરફ પર ચાલતી અનોખી સ્લેજ(ગાડીઓ) જાતે જ તૈયાર કરીને લાવે છે.
ચીનના નવા વર્ષની ઉજવણી રદ
ચીનમાં કોરોના મહામારીને લીધે લ્યૂનર ન્યૂ યર એટલે કે ચીનના નવા વર્ષની ઉજવણી રદ કરાઈ છે. લોકોને કહેવાયું છે કે બિનજરૂરી યાત્રા કરતા બચો, કેમ કે વાઈરસનો ચેપ ફરી એકવાર ફેલાઈ શકે છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચે લોકો પર નવા નિયમો લાગુ કરી દીધા છે જેના હેઠળ જો કોઈ ગ્રામીણ વિસ્તારમાં જશે તો તેણે કોરોના વાઇરસનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. આ લોકોએ ઘરે પાછા આવ્યા બાદ 14 દિવસ ક્વૉરન્ટાઈન પણ રહેવું પડશે. આ નિર્ણયથી લોકો રોષે ભરાયા છે. લોકો કહે છે કે સરકારના આ નિર્ણયે તેમનું દિલ તોડી નાખ્યું છે.
પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ઘર, ખર્ચ 21 લાખ
જાપાનના પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ઘરનો આ પ્રોટોટાઈપ આર્કિટેક્ટ માસાયુકી સોનોએ તૈયાર કર્યો છે. આ ઘરની કિંમત લગભગ 21 લાખ રૂપિયા હશે. માસાયુકીએ 2015માં નાસાની માર્સ હેબિટેટ ચેલેન્જ પણ જીતી હતી.
ડૉગ્સ ઓન વ્હિલ્સ...
થાઈલેન્ડના ચોનબુરીના ધ મેન ધેટ રેસ્ક્યૂ ડૉગ્સ ફાઉન્ડેશનના મેદાનમાં પૈડાના સહારે ચાલતા કૂતરાં. તેમને ફાઉન્ડેશનના સભ્યોએ બચાવી નવું જીવન આપ્યું હતું.