• Gujarati News
  • National
  • Elephant Trapped In Gaula River In Haldwani, Uttarakhand, Rescue Team's Hard Work Pays Off

તોફાની બનેલી નદી વચ્ચે હાથી:ઉત્તરાખંડના હલ્દ્વાનીની ગૌલા નદીમાં હાથી ફસાયો, બચાવ ટીમની મહેનત રંગ લાવી, બચાવ્યા બાદ જંગલમાં છોડી દીધો

એક મહિનો પહેલા
  • ઉત્તરાખંડમાં ભારે પૂરને લીધે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થઈ ચુક્યા છે

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ભારે વરસાદ બાદ તોફાની બનેલી ગૌલા નદીમાં ફસાયેલા એક હાથીને મંગળવારે બચાવવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પ્રદેશની અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

વરસાદને લીધે ગૌલા નદીમાં પણ જળસ્તર વધી ગયું છે. મંગળવારે અહીં હલ્દ્વચૌર અને લાલકુઆં વચ્ચે એક હાથ ફસાઈ ગયો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમા હાથી નદી વચ્ચે જમીનના નાના ભાગ પર ફરી રહ્યો હોય તેમ જોવા મળે છે.

હાથીને જંગલમાં છોડવામાં આવ્યો
વીડિયોની વન વિભાગની ટીમ દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. DFO સંદીપ કુમારે જણાવ્યું હતું કે અમને હાથી નદી વચ્ચે ફસાયો હોવાની માહિતી મળી હતી. અમે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળ પર મોકલી હતી અને તેને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હાથીને જંગલમાં છોડવામાં આવ્યો છે. વન વિભાગની ટીમ તેની ઉપર નજર રાખી રહી છે.

ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત
ઉત્તરાખંડમાં ભારે પૂરને લીધે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીં મંગળવારે 21 લોકોના મોત થયા હતા. સૌથી વધારે કુમાઉ ક્ષેત્રમાં અસર થઈ છે. જ્યાં અનેક મકાનો ધરાસાઈ થઈ ગયા છે અને કાટમાળમાં અનેક લોકો ફસાયેલા છે.

નૈનીતાલનો સંપર્ક રાજ્યના અન્ય હિસ્સાથી કપાઈ ગયો છે. અહીં આવવા-જવા માટેના ત્રણેય માર્ગ ભુસ્ખલનને લીધે બ્લોક થઈ ગયા છે. જ્યારે ભારે વરસાદને લીધે નૈનીતાલ જિલ્લામાં કાઠગોદામ રેલવે સ્ટેશનને જોડતી રેલવે લાઈન પણ વહી ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખની રકમ તથા જેમના રહેઠાણોને નુકસાન પહોંચ્યુ છે તેમને રૂપિયા 1.90 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

NDRFએ 300 લોકોને બચાવ્યા
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ ઉત્તરાખંડમાં 300થી વધારે લોકોને બચાવ્યા છે. NDRFએ રાજ્યમાં 15 ટીમોને કામે લગાડી છે. તેમા 6 ટીમ ઉધમ સિંહ નગરમાં, 2 ટીમ ઉત્તરકાશી અને 2 ટીમ ચમોલીમાં જ્યારે એક-એક ટીમ દહેરાદૂન, હરિદ્વાર તથા પિથૌરાગઢમાં કામ કરી રહી છે.