કૉમન ડિજિટલ આઇડી:આધારની જેમ બધા માટે ડિજિટલ આઇડીની કેન્દ્રીય મંત્રીની તરફેણ

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય સલામતીના હિતમાં વિશ્વસનીય આઇડી જરૂરી: ચંદ્રશેખર

કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે દેશના દરેક નાગરિકો માટે ડિજિટલ આઇડીની તરફેણ કરી હતી. આધાર અંગેની વર્કશોપમાં બોલતા ચંદ્રશેખરે કહ્યું હતું કે દરેક નાગરિક વિશ્વસનીય કૉમન ડિજિટલ આઇડીની જરૂરિયાત છે.

આ માટેનું કારણ આપતા તેમણે કહ્યું હતું કે હાલના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન વાસ્તવિક બન્યો છે. જેથી નાગરિકતાને માન્યતા આપવા માટે વિશ્વસનીય ડિજિટલ આઇડીની માગમાં વધારો થયો છે. તેમણે એમપણ કહ્યું હતું કે દેશમાં ટેકનોલોજી અને ઇન્ટરનેટને લઈને નવું કાનૂની માળખું રચાશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઇન્ટરનેટ હંમેશા મુક્ત રહેશે.

આઇટી મંત્રીએ કહ્યું હતું કે સરકાર અને જાહેર સેવાઓનું ડિજિટલાઇઝેશન અત્યંત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં 1.2 અબજ લોકો ઑનલાઇન થઈ જશે. આ સ્થિતિમાં ડેટાની સુરક્ષા સૌથી ગંભીર મુદ્દો બનશે. ઉલ્લેખનીય છે કે 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ડેટા પ્રોટેક્શન બિલ અંગેનો રિપોર્ટ રજૂ કરાશે.

સંસદની સંયુક્ત કમિટિ સમક્ષ આ રિપોર્ટ રજૂ થયો હતો. આ બિલમાં ડેટા પ્રોટેક્શન ઑથોરિટીની રચના કરવાનો પ્રસ્તાવ છે. સાથે જ બિલમાં સરકારી એજન્સીઓને તપાસ દરમિયાન ડેટા પ્રોટેક્શનના કાયદાની જોગવાઈઓમાંથી બાકાત રાખવાનો પ્રસ્તાવ પણ છે. બિલની આ જોગવાઈનો વિવિધ રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...