• Gujarati News
  • National
  • In Delhi, The Body Of A Girl Lying Naked In A Blood soaked State; Clothes Were Also Torn Due To The Fall

કારે યુવતીને 12KM સુધી ઢસડી:ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માગ્યો, AAP ધારાસભ્યનો દાવો - આરોપી ભાજપનો કાર્યકર

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર
દિલ્હીની ઘટનાના વિરોધમાં ઉગ્ર વિરોધપ્રદર્શન થયું હતું. મહિલાઓએ ધારાસભ્યની કાર રોકી હતી.
  • યુવતીને 12KM સુધી ઢસડવાના બનાવમાં AAP કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
  • પોલીસે ટોળાં વિખેરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજધાની દિલ્હીમાં 20 વર્ષની યુવતીને લગભગ 12 કિમી સુધી રસ્તા પર ઢસડી જવાના મામલામાં દિલ્હી પોલીસની થિયરી સવાલોના ઘેરાવમાં આવી ગઈ છે. પોલીસનું કહેવું છે કે આ એક જીવલેણ અકસ્માત છે, પરંતુ પરિવારજનો એને હત્યા ગણાવી રહ્યાં છે. પીડિતાની માતાનું કહેવું છે કે તેણે ઘણાં બધાં કપડાં પહેર્યાં હતાં, પરંતુ જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હાલતમાં હતી. તેના શરીર પર એકપણ કપડું નહોતું. આ કેવો અકસ્માત છે?

સોમવારે આરોપીઓને રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પાંચેય આરોપી- મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણ અને મિથુનના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હીના ડેપ્યુટી સ્પીકર રાખી બિડલાએ ભાસ્કર સાથે એક્સક્લુસિવ વાતચીતમાં દાવો કર્યો હતો કે આરોપી ભાજપ સાથે સંકળાયેલો છે, માટે પોલીસ આરોપીઓનો બચાવ કરી રહી છે. પોલીસ ભાજપના દબાણ હેઠળ કામ કરી રહી છે. આ કેવી કાર્યવાહી છે કે પરિવારને યુવતીનો મૃતદેહ પણ બતાવવામાં આવ્યો નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માગ્યો છે. તો પરિવારજનોનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ પોતાની દીકરીના અંતિમ સંસ્કાર કરશે. તેમણે દોષિતોને સખત સજા આપવાની માગ કરી છે.

દિલ્હી પોલીસનો ખુલાસો- યુવતીને 12 કિમી સુધી ઢસડી, વળાંક પર કારથી બોડી જુદી પડી ગઈ
દિલ્હીના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે આ મામલે પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે યુવતીને કારથી 12 કિમી સુધી ઢસડી જવામાં આવી હતી. વળાંકને કારણે યુવતીનો મૃતદેહ કારથી અલગ પડી ગયો હતો.

આરોપીઓ વિરુદ્ધ કલમ 279, 304, 120B હેઠળ કેસ નોંધાયો
હુડ્ડાએ વધુમાં કહ્યું હતું કે મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક અને લીગલ ટીમના રિપોર્ટના આધારે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પીડિત પરિવારના સંપર્કમાં છે. તેમને તપાસ વિશે માહિતી આપવામાં આવી રહી છે. આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવશે. ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરાશે, ત્યાર બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. નક્કર પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. આરોપીઓને કડક સજા અપાશે. આરોપીઓ વિરુદ્ધ કલમ 279, 304, 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

LG વીકે સક્સેનાની ઓફિસ ખાતે આપ પાર્ટીના કાર્યકરોએ પ્રદર્શન કર્યું

નવા વર્ષની ઉજવણી વચ્ચે રાજધાની દિલ્હીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં કારમાં સવાર કેટલાક યુવકોએ એક યુવતીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ યુવકો કાર લઈને નાસી રહ્યા હતા. અકસ્માતમાં યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી અને લગભગ 12 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી રહી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. લોહીલુહાણ હાલતમાં યુવતી રોડ પર પડી રહી હતી અને તેનું મોત નીપજ્યું હતું..

દિલ્હીમાં ઉગ્ર વિરોઘ, પોલીસે વોટર કેનન છોડ્યું

AAP કાર્યકર્તાઓએ LG (લેફ્ટનન્ટ ગવર્નર) વી.કે. સક્સેનાની ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ ઉગ્ર બનતો જણાતાં એલજી ઓફિસની બહાર વિરોધ કરી રહેલા AAP કાર્યકરોને વિખેરવા માટે પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. બીજી તરફ પરિવારજનોએ સુલતાનપુરી પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આપના કાર્યકર્તાઓએ સુલતાનપુરીના એલજી, પોલીસ કમિશનર અને એસએચઓને બરતરફ કરવાની માગ કરી હતી.

AAP કાર્યકર્તાઓએ LG વી.કે. સક્સેનાની ઓફિસ સામે પ્રદર્શન કર્યું. તેઓ તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે.
AAP કાર્યકર્તાઓએ LG વી.કે. સક્સેનાની ઓફિસ સામે પ્રદર્શન કર્યું. તેઓ તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે.
મૃતક યુવતીનાં પરિવારજનોએ સુલતાનપુરી પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મૃતક યુવતીનાં પરિવારજનોએ સુલતાનપુરી પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પોસ્ટમોર્ટમ કરવા માટે ત્રણ સભ્યની પેનલ બનાવાઈ હતી. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ પોલીસ કમિશનર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો. આરોપી વિરુદ્ધ સાઅપરાધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓએ નશો કર્યો હતો કે નહીં એ જાણવા માટે તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. ત્રણેય આજે જ કોર્ટમાં હાજર થશે.

ટોળાએ પોલીસ સ્ટેશન પાસે બીજેપી નેતાનું પોસ્ટર હટાવી દીધું.
ટોળાએ પોલીસ સ્ટેશન પાસે બીજેપી નેતાનું પોસ્ટર હટાવી દીધું.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે યુવતીની હત્યાના ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. અમારી બહેન સાથે જે થયું એ ખૂબ જ શરમજનક છે.

ઢસડાવાથી હાડકાં તૂટી ગયાં, માંસ બહાર આવી ગયું હતું
જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં યુવતીને કારની નીચે ઢસડાતી જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતી ચાર કિમી સુધી કારમાં ફસાઈ રહી હતી. ઢસડી ખેંચી જવાને કારણે યુવતીની પીઠ અને માથાનાં હાડકાં ખરાબ રીતે ઘસાઈ ગયાં હતાં. માંસ પણ બહાર આવી ગયું હતું. બંને પગનાં હાડકાં પણ તૂટી ગયાં હતાં, જેના કારણે તેનું ખૂબ જ પીડાદાયક મૃત્યુ થયું. કપડાં ફાટી ગયાં હતાં, જ્યારે તેની લાશ મળી ત્યારે તેના શરીર પર એકપણ કપડું ન હતું.

સૌથી પહેલા જુઓ... દોડતી કારની નીચે કેવી રીતે ફસાઈ રહી યુવતી

આ મામલે આજનાં 5 મોટાં અપડેટ્સ

  • સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે યુવતીની હત્યાના ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. અમારી બહેન સાથે જે થયું એ શરમજનક છે.
  • પરિવારજનોએ સોમવારે સુલતાનપુરી પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યા હતા.
  • પીડિત યુવતીના પોસ્ટમોર્ટમ માટે ત્રણ સભ્યનું બોર્ડ બનાવવામાં આવ્યું હતું
  • દિલ્હીના એલજી વીકે સક્સેના પોલીસ કમિશનરને મળ્યા અને સ્ટેટસ રિપોર્ટ માગ્યો.
  • આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ નશો કર્યો હતો કે કેમ એ જાણવા માટે તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પાંચેય યુવકને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

પરિવારજનો પોલીસ તપાસથી સંતુષ્ટ નહીં, કહ્યું- નિર્ભયા જેવો કેસ
પરિવારે કહ્યું- આ બળાત્કાર બાદ હત્યાનો મામલો છે. તેનાં કપડાં આ રીતે ફાટી શકે નહીં. જ્યારે તે મળી આવી ત્યારે તેના શરીર પર એકપણ કપડું નહોતું. અમે આ મામલે સંપૂર્ણ તપાસ ઈચ્છીએ છીએ. પીડિત યુવતીના મામા પ્રેમસિંહે કહ્યું હતું કે આ કેસ નિર્ભયા જેવો છે. અમને ન્યાય જોઈએ છે. આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

યુવતીની માતાએ કહ્યું- મારી દીકરી મારા માટે સર્વસ્વ હતી. તે ગઈકાલે પંજાબી બાગમાં કામ કરવા ગઈ હતી. તે સાંજે 5.30 વાગ્યે ઘરેથી નીકળી હતી અને કહ્યું હતું કે તે 10 વાગ્યા સુધીમાં પરત આવી જશે. મને સવારે તેના અકસ્માત વિશે જણાવવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી મેં તેનો મૃતદેહ જોયો નથી.

આ કારમાં 5 આરોપી સવાર હતા. પોલીસે કારને પોતાના કબજામાં લીધી છે.
આ કારમાં 5 આરોપી સવાર હતા. પોલીસે કારને પોતાના કબજામાં લીધી છે.

યુવતી સ્કૂટી પર ઘરે પરત ફરી રહી હતી
પ્રાથમિક તપાસ મુજબ, 23 વર્ષની યુવતી લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં પાર્ટટાઈમ કામ કરતી હતી. તે શનિવાર-રવિવારે રાત્રે આવા જ એક ફંક્શનમાંથી કામ કરીને પરત ફરી રહી હતી. તે સ્કૂટી પર પોતાના ઘરે જઈ રહી હતી. જ્યારે પાંચ આરોપી યુવક પણ તેમની કારમાં એ જ રૂટ પર જઈ રહ્યા હતા.

અહેવાલો અનુસાર, સ્કૂટીનો અકસ્માત થયો અને યુવતી કારની નીચે ફસાઈ ગઈ. આ પછી યુવકો ઝડપથી નાસી જવા લાગ્યા હતા અને યુવતી લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઘસડાતી ગઈ હતી અને સુલતાનપુરથી તે કાંઝાવાલા વિસ્તાર સુધી ઢસડાતી ગઈ. તે રસ્તાની વચ્ચે તડપી રહેલી હાલતમાં પડી રહી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં યુવતીનું મોત થઈ ગયું હતું.

કારમાં ફસાઈ જતાં યુવતીનું સ્કૂટી સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું હતું.
કારમાં ફસાઈ જતાં યુવતીનું સ્કૂટી સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું હતું.

આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે
પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કારને પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમણે નશો કર્યો હતો કે કેમ એ જાણી શકાય. હાલ આ ઘટનાને લગતા કોઈ સીસીટીવી પોલીસને હાથ લાગ્યા નથી.

યુવતી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી હતી અને તેનું મોત થયું હતું.
યુવતી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી હતી અને તેનું મોત થયું હતું.

DCP હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આરોપીઓના કહેવા પ્રમાણે, તેમની કારનો પીડિતાની સ્કૂટી સાથે અકસ્માત થયો હતો, ત્યાર બાદ તેઓ નાસી જવા લાગ્યા હતા, પરંતુ તેઓ એ વાતથી સંપૂર્ણપણે અજાણ હતા કે યુવતી તેની સ્કૂટી સાથે તેમની કારમાં ફસાઈ ગઈ હતી અને રસ્તા પર ઘણા કિલોમીટર સુધી ઢસડાઈ રહી હતી.

LGએ કહ્યું- મારું માથું શરમથી ઝૂકી ગયું
આ ઘટના પર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ટ્વીટ કર્યું - આ ગુનાથી મારું માથું શરમથી ઝૂકી જાય છે અને હું ગુનેગારોના ભયંકર કૃત્યથી સ્તબ્ધ છું. તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવશે. તેઓ દિલ્હીના પોલીસ કમિશનર સાથે મળીને આ મામલે નજર રાખી રહ્યા છે.

સ્વાતિ માલીવાલે કહ્યું- સત્ય સામે આવવું જોઈએ
આ ઘટના બાબતે દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષા સ્વાતિ માલીવાલે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીના કંઝાવાલામાં એક યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો છે, જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક યુવકોએ નશાની હાલતમાં કારથી યુવતીની સ્કૂટીને ટક્કર મારી દીધી હતી અને તેને ઘણા કિલોમીટર સુધી ઢસડી ગયા હતા. આ મામલો ખૂબ જ ભયાનક છે, હું દિલ્હી પોલીસને સમન્સ જારી કરી રહી છું. સમગ્ર સત્ય બહાર આવવું જોઈએ. આ સાથે તેણે નવા વર્ષને લઈને દિલ્હી પોલીસની તૈયારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...