તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Corona Transition The N440K Strain Will Disappear Quickly, Less Than 5%; 15 Times Not Dangerous

AP સ્ટ્રેન પર એક્સપર્ટનો દાવો:કોરોના સંક્રમણમાં N440K સ્ટ્રેન 5%થી પણ ઓછો, ઝડપથી ગાયબ થઈ જશે; 15 ગણો ખતરનાક નથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • N440K ઝડપથી વધે છે અને ફેલાય છે તેનો અર્થ એ નથી કે તે માણસો માટે વધુ ખતરનાક છેઃ CCMBના ડાયરેક્ટર રાકેશ મિશ્રા

આંધપ્રદેશમાં પ્રકાશમાં આવેલા જે વેરિઅન્ટને લઈને ગંભીર ચિંતાઓ જાહેર કરવામાં આવી રહી હતી, તેની પર એક્સપર્ટે હવે નવો દાવો કર્યો છે. હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ માઈક્રો બાયોલોજી(CCMB)એ આંધ્રમાં કોઈ નવો અને ખાસ કોરોના વેરિઅન્ટ ફેલાયો હોવાના સામાચારો ફગાવ્યા છે. સંસ્થાનનું કહેવું છે કે આંધ્રના જે N440K સ્ટ્રેનની વાત ચાલી રહી છે, તે સમગ્ર કોરોના સંક્રમણમાં 5 ટકાથી પણ ઓછા મળ્યા છે.

ધ પ્રિન્ટ સાથેની વાતચીતમાં CCMBના ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું કે એવી શકયતા છે કે આ સ્ટ્રેન ઝડપથી ગાયબ થઈ જશે અથવા તો પછી બીજા વેરીઅન્ટ તેનું સ્થાન લેશે.

લેબ રિપોર્ટ પર CCDMની સ્પષ્ટતા
મિશ્રાએ સ્પષ્ટ રીતે એ વાતનો ઈન્કાર કર્યો કે N440K 15 ગણો વધુ ખતરનાક હોવાની વાત ખોટી છે. તેમણે એક લેબ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે N440K ઝડપથી વધે છે અને ફેલાય છે, જોકે તેનો અર્થ એ નથી કે તે માણસો માટે વધુ ખતરનાક પણ છે. અમે અમારા રિપોર્ટમાં કહ્યું હતું કે આ વેરિઅન્ટની વધવાની પ્રકૃતિ 10-15 ગણી વધુુ નોંધાઈ છે. જોકે અમે એનિમલ સેલમાં આ વેરિઅન્ટને ડેવલોપ કર્યો હતો. જોકે માણસોની પાસે અલગ સિસ્ટમ છે. તેમની પાસે ઈમ્યુન સિસ્ટમ છે. આ સિવાય બીજા કારણો પણ અસર કરે છે. સંક્રમણનો અંદાજ લેબમાં ડેવલોપ કરાયેલા વેરિઅન્ટ પરથી ન લગાવી શકાય.

CCBMએ પ્રથમ વખત કર્યો હતો N440Kનો ઉલ્લેખ
તેમણે વધુમાં કહ્યું કે વિશાખાપટ્ટનમમાં આવો કોઈ સ્ટ્રેન આવ્યો નથી. એવો પણ કોઈ સ્ટ્રેન અસ્તિત્વમાં નથી, જેને બીજા સ્ટ્રેનથી વધુ ખતરનાક ગણવામાં આવ્યો હોય. જ્યાં સુધી N440K સ્ટ્રેનની વાત છે તો તેનો મ્યુટેશન પણ વિશ્વની બીજી જગ્યાઓ પર મળેલા વેરિઅન્ટના મ્યુટેશન જેવો જ છે. CCMBએ જ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે એ વાતના પુરાવા મળી રહ્યાં છે કે દક્ષિણના રાજ્યોમાં N440K સ્ટ્રેન ફેલાવવાના પુરાવા મળી રહ્યાં છે અને તેના સંક્રમણને સમજવા માટે તેની પર વોચ રાખવી જરૂરી છે.

UK અને ડબલ મ્યુટેન્ટ સાથે સરખામણી નહિ
સ્ટડીમાં N440K સ્ટ્રેનની સરખામણી UK અને ડબલ મ્યુટેન્ટ સાથે કરવામાં આવી નથી. આ સ્ટ્રેનની સરખામણી જુના સ્ટ્રેનની સાથે કરવામાં આવી છે અને નવા સ્ટ્રેનની સાથે પણ તેની સરખામણી કરવામાં આવી છે. જોકે આ સ્ટ્રેન આપણા દેશમાંથી લગભગ ખત્મ થઈ ગયો છે. સ્ટડીમાં એ વાતનો ઉલ્લેખ ક્યાંય કરાયો નથી કે N440K સ્ટ્રેન UK સ્ટ્રેન અને ડબલ મ્યુટેન્ટથી વધુ ખતરનાક છે. આંધ્ર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને વિશાખાપટ્ટનમના કોવિડ-19 સ્પેશિયલ ઓફિસર ડો.પી વી સુધાકરે જણાવ્યું કે આ વેરિઅન્ટ કેટલો ખતરનાક છે. હાલ આ કોઈ એ વાત જાણવાન કોઈ રીત નથી. તેને મેડિકલી ઓબઝર્વ કર્યા પછી કેટલીક વિગતો મળી છે, જોકે તેના આધારે એ ન કહી શકાય કે વેરિઅન્ટ કેટલો વધુ ખતરનાક છે. જોકે અમે એ ઓબઝર્વ કર્યું છે કે સંક્રમિતોમાં તેની અસર ઝડપથી દેખાય છે. તેમને બે દિવસમાં જ શ્વાસ લેવામાં તકલીફનો અનુભવાય છે.