સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant)ના વધી રહેલા કેસથી સતત દહેશતનો માહોલ જોવા મળે છે ત્યારે વૈજ્ઞાનિકો આ નવા વેરિયન્ટ અંગે સતત નવી માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા અને UKના ડેટા પ્રમાણે આ વેરિયન્ટ બાળકોને વધારે શિકાર બનાવી રહ્યો છે. બ્રિટનના નિષ્ણાતોના મતે આગામી સમયમાં કોઈ પણ માટે વેરિઅન્ટ એક પડકાર બની શકે છે.
યુવાનોમાં ઓમિક્રોન વેરિયન્ટનાં લક્ષણ
તાજેતરમાં આવેલા કોરોનાના વેરિયન્ટ્સની બાળકો પર અસર જોવા મળી નથી. પણ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અત્યારે કહી શકાય તેમ નથી કે ઓમિક્રોનની ગંભીરતા કેટલી હશે, પણ એનાં લક્ષણો પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જેથી સમય રહેતા તેની સારવાર કરાવી શકાય. દક્ષિણ આફ્રિકાના ડોક્ટર્સના મતે ઓમિક્રોનનાં લક્ષણ લોકોમાં અલગ-અલગ હોઈ શકે છે, પણ યુવાનોમાં વધારે થાક, છાતીમાં દુખાવો, માથામાં દુખાવાનાં લક્ષણો છે. ડેલ્ટાની માફક આ વેરિયન્ટમાં લોકોને સ્વાદ અને સુગંધ જવાનો અહેસાસ થતો નથી. જોકે કેટલાક લોકોને ગળામાં વધારે પ્રમાણમાં ખારાસનો અહેસાસ થાય છે.
બાળકોમાં ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટની ઝપટમાં આવેલા બાળકોની સંખ્યા વધારે છે. તેમનામાં સામાન્યથી લઈ ગંભીર લક્ષણ જોવા મળી રહ્યાં છે. અહીના ક્રિસ હાની બરગવનાથ એમેડેમિક હોસ્પિટલના ડોક્ટર રુડો મથિવાએ ધ સનને જણાવ્યું કે હવે અહીં જે બાળકો આવી રહ્યા છે તેમનામાં મધ્યમથી લઈ ગંભીર લક્ષણ જોવા મળી રહ્યા છે. તેમને ઓક્સિજન, સપોર્ટિવ થેરપી અને વધારે દિવસ સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂર પડે છે. તેઓ અગાઉની તુલનામાં વધારે બીમાર થઈ રહ્યા છે.
બીમારીમાં ઓમિક્રોન વેરિયન્ટનાં લક્ષણ
અમેરિકાની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના જણાવ્યા પ્રમાણે બાળકોમાં કોરોનાના નવા વેરિયન્ટનાં કેટલાંક ખાસ લક્ષણ જોવા મળી રહ્યાં છે, જેમ કે ખૂબ જ તાવ, સતત ઉધરસ આવવી (એક કલાક સુધી સતત), થાક, માથાનો દુખાવો, ગળામાં ખારાશ અને ભૂખ ન લાગવી.
દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલોમાં કોરોનાના યુવાન દર્દી અને બાળકોની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને 5 વર્ષના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની વિશેષ જરૂર પડે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.