ચિંતાની વાત:છત્તીસગઢમાં નક્સલવાદીઓએ જંગલમાં શસ્ત્રોની ફેક્ટરી સ્થાપી

બીજાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથિયારોના પરીક્ષણ માટે નકસલવાદીઓ હુમલા કરે છે
  • તેલંગાણાની ખાણોમાંથી ડેટોનેટરની ચોરી કરે છે

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ જંગલમાં જ હથિયારોની ફેક્ટરીઓ સ્થાપી છે. એટલું જ નહીં તેઓ હથિયારોનું પરીક્ષણ કરવા માટે હુમલાઓ કરી રહ્યાં છે. આ જ કારણ છે કે એપ્રિલમાં દરભા, કોટકપલ્લી જેવા કેમ્પો પર નક્સલીઓએ બીજીએલની મદદથી મોટા હુમલાઓને અંજામ આપ્યો હતો.

ડિટોનેટર માટે નક્સલીઓ તેલંગાણાના કરીમનગર, ખમ્મમ, વારંગલ, આદિલાબાદ જેવા વિસ્તારો પર નિર્ભર રહે છે. અહીંયા મોટી સંખ્યામાં અલગ અલગ ખાણો ચાલે છે. આ વચ્ચે નક્સલીઓ પોતાના વિસ્તારના યુવાનોને ત્યાં ખાણમાં કામ પર મોકલવાના બહાને ત્યાંથી ડિટોનેટરની ચોરી કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...