રૂ. 2,000 માટે પટકી પટકીને માર્યો...VIDEO:બક્સરમાં જુગાર રમવા પૈસા ના આપ્યા તો મિત્રએ અધમૂઓ થાય ત્યાં સુધી માર્યો

23 દિવસ પહેલા

બક્સરમાં 2000 રૂપિયા માટે એક મિત્રએ બીજા મિત્રને અદમુઓ ના થાય ત્યાં સુધી માર માર્યો હતો. ત્યારપછી પણ તેને સંતોષ ના થયો તો તેણે મિત્રને દિવાલ પર પછાડીને માર્યો હતો. ત્યારપછી તેના મોઢા અને છાતી ઉપર પણ પગથી મારતો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકની હાલત ગંભીર થઈ જાય ત્યાં સુધી તેનો મિત્ર તેને મારતો રહે છે. પોલીસે તેના 3 મિત્રો સામે ફરિયાદ નોંધી છે. જોકે અત્યારે આ ત્રણેય આરોપીઓ ભાગી ગયા છે.

ઘટના બક્સરના બાલી ગામની છે. અહીં જુગાર રમવા માટે પૈસા ના આપતા 3 મિત્રોએ ભેગા થઈને દલિત યુવકને ઢોર માર માર્યો હતો. ત્યારપછી આરોપીઓમાંથી એકે પીડિતના ખીસ્સામાંથી રૂ. 2,000 કાઢી લીધા હતા. ઘટના શુક્રવારે મોડી સાંજની છે પરંતુ હવે તેનો વીડિયો વાયરલ થયો છે.

પીડિતને માર મારતો તેનો મિત્ર
પીડિતને માર મારતો તેનો મિત્ર

પીડિતની ફરિયાદના આધારે નામજોગ FIR દાખલ કરવામાં આવી છે. પીડિત ભુઅર રામે પોલીસેને જણાવ્યું છે કે, 3 લોકો દરોગા પાસવાન, લોરિક પાસવાન અને પગલ પાસવાને તેને ઘરની ગલીમાં ઘેરી લીધો હતો. તે લોકો મારી પાસે જુગાર રમવા પૈસા માગતા હતા. મેં જ્યારે પૈસા ના આપ્યા તો તેમણે મને મારવાનું શરૂ કર્યું. પાસવાને તેને દિવાલ સાથે પણ પછાડ્યો હતો. તેને ખૂબ માર માર્યા પછી તેના ખીસ્સામાંથી પણ રૂ. 2,000 કાઢી લેવામા આવ્યા હતા.

બક્સરમાં સારવાર ચાલી રહી છે.
પીડિતની પત્ની રિવા દેવીએ જણાવ્યું કે, ત્રણ લોકોએ ભેગા થઈને તેના પતિને માર્યો હતો. તેને ખૂબ ગંભીર ઈજા આવી છે. તેની મલ્ટીપર ફ્રેક્ચર થયા છે. તેમણે જણાવ્યું કે, પીડિતને નાવાનગર હેલ્થ સેન્ટરથી બક્સર જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...