• Gujarati News
  • National
  • In Broad Daylight, Two Men Robbed A Young Man In Public, The Incident Was Captured On CCTV.

વીડિયો:ધોળા દિવસે બે શખ્સોએ એક યુવકને જાહેરમાં લૂંટી લીધો, ઘટના CCTV કૅમેરામાં કેદ

6 દિવસ પહેલા

હરિયાણાના ગુરુગ્રામમાં બે શખ્સોએ એક યુવકને લૂંટી લીધાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં એક CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક ચાલતો ચાલતો જઈ રહ્યો છે. તેની પાછળ બે શખ્સ તેનો પીછો કરે છે. અચાનક પાછળ આવી રહેલાં શખ્સમાંથી એક શખ્સ તેની આગળ જતાં યુવકનું ગળું દબાવી દે છે અને બીજો શખ્સ તેની પાસેથી રૂપિયા અને મોબાઇલ ઝૂંટવીને ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, ગુરુગ્રામ પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...