• Gujarati News
  • National
  • In Broad Daylight, Two Men Fell On A Young Man, Killing Him With 10 Consecutive Stone Wounds.

CCTV:ધોળા દિવસે બે શખ્સ એક યુવક પર તૂટી પડ્યા, પત્થરના 10 ઘા મારી પતાવી દીધો

22 દિવસ પહેલા

દિલ્હીના આઝાદપુરમાં એક યુવકની ધોળા દિવસે હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના ગલીમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક ગલીમાં ચાલીને આવી રહ્યો છે. એટલામાં સામેથી અન્ય શખ્સ દોડીને આવે છે અને યુવકને ગડદાં-પાટું મારવા લાગે છે. યુવક પણ તેના બચાવ માટે શખ્સને મારે છે. આ દરમિયાન બીજો એક શખ્સ આવીને યુવક પર તૂટી પડે છે અને યુવક અધમૂવો થઈ જાય છે. આ પછી શખ્સ પથ્થરથી સતત 10 વખત ઘાયલ યુવકના મોઢા પર મારે છે અને યુવકનું મોત થાય છે. મહત્ત્વનું છે કે, ડ્રગ્સની લેતીદેતીને લીધે યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને હુમલાખોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...