તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Bikaner, Rajasthan, An Education Officer Was Caught Returning A Bribe Of Rs 30,000

અનોખો કિસ્સો:રાજસ્થાનના બિકાનેરમાં શિક્ષણાધિકારી 30 હજારની લાંચ પરત કરતો ઝડપાયો

બિકાનેર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધી તમે કોઇ લાંચની રકમ લેતા, આપતા કે માંગતા ઝડપાયા હોવાના સમાચાર વાંચ્યા હશે પણ રાજસ્થાનમાં તેનાથી સાવ ઊલટો કેસ સામે આવ્યો છે. અહીં એક અધિકારીએ ફરિયાદી પાસેથી કામના બદલામાં લાંચ લીધી હતી પણ કામ થઇ ન શક્યું. નિરાશ ફરિયાદી લાંચની રકમ પાછી આપવા દબાણ કરવા લાગ્યો અને તે રકમ પાછી આપતી વખતે શિક્ષણ વિભાગનો અધિકારી ઝડપાઇ ગયો.

બનાવ બિકાનેર સ્થિત શિક્ષણ વિભાગની નિયામક કચેરીનો છે. અહીંના જોઇન્ટ લીગલ એડવાઇઝર બદ્રીનારાયણ વ્યાસની એસીબીએ ફરિયાદી પાસેથી લાંચની રકમપેટે લીધેલા 30 હજાર રૂ. પરત કરતી વખતે ધરપકડ કરી છે.

એસીબીના ડીઆઇજી ડૉ. વિષ્ણુકાંતે જણાવ્યું કે નાગૌરના મૂંડવા મારવાડમાં અર્જુનરામ જાટે લેખિત ફરિયાદ કરી હતી, જેમાં જણાવાયું હતું કે તે શિક્ષણ વિભાગમાં પીટીઆઇના પદ પર નિયુક્ત થયો છે. તેની સામે પહેલેથી ચાર ગુનાઇત કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે તેનો કેસ માધ્યમિક શિક્ષણ નિયામક કચેરીમાં ચાલતો હતો.

કચેરીના જોઇન્ટ લીગલ એડવાઇઝર વ્યાસે તેની તરફેણમાં રિપોર્ટ આપવા 30 હજાર રૂ. લાંચ માગી, જે તેણે આપી દીધી. તે છતાં કચેરીએ તેનો કેસ ફગાવી દેતાં તેણે વ્યાસને નાણાં પરત કરવા કહ્યું અને વ્યાસ સહમત પણ થઇ ગયો. નાણાં પરત કરતી વખતે એસીબીએ વ્યાસની ધરપકડ કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો