બિહારના ગયા ખાતે લાઈવ મર્ડર કેસમાં 4 મહિના પછી પણ પોલીસ આરોપીઓને પકડી નથી શકી. લાઈવ મર્ડરનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગયા જિલ્લાના કોતવાલી પોલીસ મથકના વિસ્તારમાં જામા મસ્જિદ મોહલ્લા નિવાસી મોહમ્મદ પરવેજના 24 વર્ષિય પુત્ર મોહમ્મદ ફૈજલની થોડા મહિના પહેલા જ હત્યા થઈ હતી. આ ઘટના 18 ઓગસ્ટ 2022ના રોજ થઈ હતી. આ ઘટના મૌર્ય ઘાટ વિસ્તારમાં થઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, ફૈજલને પહેલા તો પગમાં ગોળી મારવામાં આવી હતી. જોકે આ ઘટનાના 4 મહિના પછી સીસીટીવી સામે આવ્યા છે. ત્ચારે હવે મૃતકના પિતા વરીષ્ઠ અધિકારીઓ પાસે અપરાધીઓને પકડવા માંગ કરી રહ્યા છે. જોકે હજુ તો માત્ર એક જ આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે આ કેસમાં 14 લોકોના નામ નોંધાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.