• Gujarati News
  • National
  • Let Alone In Bihar Uttar Pradesh, Form An Alliance In Maharashtra Bengal; Find Out What Strategy The Pacific Teenager Has

કોંગ્રેસને નવજીવન આપવા PKની ફોર્મ્યુલા:બિહાર-ઉત્તરપ્રદેશમાં એકલા ચલો, મહારાષ્ટ્ર-બંગાળમાં ગઠબંધન કરો; પ્રશાંત કિશોર શું રણનીતિ ધરાવે છે એ જાણો

એક મહિનો પહેલા

મિશન 2024 અંગે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે સોનિયા ગાંધીના નિવાસસ્થાને શનિવારે 4 કલાક સુધી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. PKએ રોડમેપમાં જણાવ્યું હતું કે પક્ષ લોકસભાની 370 બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે મહારાષ્ટ્ર, બંગાળ અને તામિલનાડુમાં ગઠબંધન, જ્યારે ઓડિશા, બિહાર અને UPમાં 'એકલા ચલો'ની નીતિ અપનાવે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, PKના પ્રેઝન્ટેશન સાથે રાહુલ ગાંધી સહમત હતા.

પ્રશાંતનું પ્રથમ સૂચન- 370 બેઠક પર ફોકસ કરે પાર્ટી
બેઠકમાં PKએ કોંગ્રેસને સૂચન આપ્યું હતું કે કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 માટે કુલ 543 બેઠક પૈકી ફક્ત 370 બેઠક પર જ ધ્યાન કેન્દ્રિત કરે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ અને ગુજરાતની મોટા ભાગની બેઠક છે.

આ સૂચન પાછળની વ્યૂહરચના
હકીકતમાં વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ 52 બેઠક પર જ જીતી શકી હતી. પાર્ટી 210 બેઠક પર બીજા સ્થાન પર હતી, એટલે કે લોકસભાની 262 બેઠક એવી છે, જ્યાં ભાજપ સાથે કોંગ્રેસ સીધી ટક્કરમાં રહી. આ ઉપરાંત 2009ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ 350 બેઠક પર પ્રથમ અથવા બીજા સ્થાન પર રહી હતી. PKએ આ બાબતનો આધાર બનાવી 370 બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું છે.

PKનું બીજું સૂચનઃ બિહાર-UP અને ઓડિશામાં એકલા ચાલો
પ્રશાંત કિશોરે તેના પ્રેઝન્ટેશનમાં કોંગ્રેસને બીજો મોટો ઝાટકો આપવા બિહાર, UP અને ઓડિશામાં કોંગ્રેસ એકલી ચૂંટણી લડે. આ રાજ્યોમાં લોકસભાની કુલ 140 બેઠક છે. રાજકીય મોરચે દિલ્હીનો માર્ગ- UP-બિહારથી જાય એ બાબત પ્રચલિત છે. આ સંજોગોમાં બે મોટાં રાજ્યમાં કોંગ્રેસ માટે એકલા ચલોની રણનીતિ પાછળ શું અર્થ હોઈ શકે છે?

સૂચન પાછળની રણનીતિ
બિહાર, UP અને ઓડિશામાં કોંગ્રેસ પાસે કોઈ વિશ્વસનીય સહયોગી નથી. RJDની સાથે મળી કોંગ્રેસ ચૂંટણી લડી ચૂકી છે, જોકે લોકસભામાં કોઈ ફાયદો થયો નથી, PKની આ વ્યૂહરચનાને જાણીએ....

સૌથી પહેલા વાત બિહારની....
બિહારમાં વર્ષ 2020ના એસેમ્બ્લી ઈલેક્શન સુધી કોંગ્રેસ RJD સાથે મળી મહાગઠબંધનમાં ચૂંટણી લડી રહી હતી, જોકે છેલ્લા કેટલાક મહિનાથી બન્નેનો માર્ગ અલગ થઈ ગયો છે. બિહારમાં લોકસભાની 40 બેઠક છે, જે પૈકી 39 પર ભાજપ અને JDU ગઠબંધને જીત હાંસલ કરી હતી. કોંગ્રેસના ખાતામાં ફક્ત એક જ બેઠક આવી હતી. બિહારમાં લોકસભા ચૂંટણીનો ટ્રેન્ડ જોઈએ તો ત્યાં વિધાનસભાની તુલનામાં કોંગ્રેસ અને RJD ગઠબંધન ખાસ સફળ રહ્યું નથી.

હવે વાત સૌથી મોટા રાજ્ય UPની...
UPમાં કોંગ્રેસના ઉત્થાનની જવાબદારી પ્રિયંકા ગાંધીને આપવામાં આવી છે. જોકે પ્રિયંકા વર્ષ 2019ની લોકસભા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં સફળ થઈ નથી. તેમ છતાં પ્રશાંત કિશોરે ઉત્તરપ્રદેશમાં ગઠબંધન નહીં કરવાની સલાહ આપી છે. હકીકતમાં ઉત્તરપ્રદેશમાં બિહાર જેવી સ્થિતિ છે. અહીં લોકસભા ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો તમામ પ્રયોગ કરવા છતાં ભાજપ સામે સફળતા મેળવી શક્યા નથી. આ સંજોગોમાં PK લોકસભા ચૂંટણીમાં 'એકલા ચલો'ની નીતિ અપનાવી ભાજપ સાથે સીધી ફાઈટ આપવાની રણનીતિ અંગે સૂચન કર્યું છે.

ઓડિશામાં પટનાયક ફેક્ટર
ઓડિશામાં છેલ્લાં 22 વર્ષથી નવીન પટનાયક સત્તામાં છે. અહીં કોંગ્રેસ વિપક્ષમાં છે. જોકે પાર્ટી લોકસભા ચૂંટણીમાં ખૂબ જ ખરાબ રીતે હારી હતી. ઓડિશામાં ગઠબંધન નહીં કરી શકવા પાછળ બે રણનીતિ હોઈ શકે છે.

1. પટનાયકે 18 વર્ષમાં કેન્દ્રમાં કોઈપણ પક્ષને ખુલ્લીને સપોર્ટ કર્યાં નથી અને વિરોધમાં પણ નથી.

2.ઓડિશામાં કોંગ્રેસ લડવા પાછળ ગઠબંધનને મોટી રણનીતિ કરવાની યોજના ધરાવે છે, જેથી ભાજપ મોદી વર્સિસ ઓલનું નેરેટિવ સેટ કરી શકે છે.

PKના ત્રીજું-સૂચન, બંગાળ, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં ગઠબંધન કરો
PKએ કોંગ્રેસને તેના પ્રેઝન્ટેશન અંગે સલાહ આપી છે કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં મજબૂત ગઠબંધન બનાવે. આ રાજ્યોમાં લોકસભાની 139 બેઠક છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધનમાં સામેલ છે.

આ સૂચન પાછળની રણનીતિઃ ગઠબંધન પાછળ મહારાષ્ટ્રમાં શરદ પવાર અને બંગાળમાં મમતા બેનર્જી કોંગ્રેસની ઊપજ છે, જ્યારે તામિલનાડુમાં સ્ટાલિનની પાર્ટી DMK સતત કેન્દ્રની વિરુદ્ધ છે.

બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે અને દીદીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) લોકસભા ચૂંટણીમાં પણ સારો દેખાવ કરે છે. વર્ષ 2019ની ચૂંટણીમાં મમતાની પાર્ટીએ 42 પૈકી 22 બેઠક જીતી હતી. બે બેઠક પર કોંગ્રેસે પણ જીત હાંસલ કરી હતી. આ સંજોગોમાં ત્યા મમતા સાથે કોંગ્રેસ ગઠબંધન કરે છે તો વર્ષ 2024માં બંગાળનું રાજકીય ચિત્ર બદલાઈ શકે છે.

હવે વાત મહારાષ્ટ્રની કરીએ તો અહીં કોંગ્રેસ, શિવસેના અને NCP ગઠબંધન છે. જોકે 2019માં ત્રણ રાજકીય પક્ષ અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા હતા. 48 બેઠક ધરાવતા મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષ સાથે મળી ચૂંટણી લડે છે તો અહીં પણ કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. તામિલનાડુમાં પણ કોંગ્રેસનું સ્ટાલિનની પાર્ટી DMK સાથે ગઠબંધન છે. બન્ને પક્ષના ગઠબંધને વર્ષ 2019માં 39 પૈકી 38 બેઠક પર જીત હાંસલ કરી હતી.

હવે આગળ શું થશે?
પ્રશાંત કિશોરના પ્રેઝન્ટેશન બાદ કોંગ્રેસે એકે એન્ટોની, મલ્લિકાર્જુન ખડગે અને અંબિકા સોનીની એક સમિતિની રચના કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં વર્તમાન નેતાઓએ PKને કોંગ્રેસમાં જોડાવા કહ્યું છે. જોકે PK કયા પદ માટે કામ કરશે તે અંગે સસ્પેન્સ છે. ભાસ્કર સાથેની વાતચીતમાં PKએ કહ્યું હતું કે 2 મે સુધી કોઈ જ નિર્ણય લઈશ નહીં.

અન્ય સમાચારો પણ છે...