તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Bihar, The Groom Broke The Bow And Walked Around With The Bride, People Flocked To See The Unique Wedding

કળયુગમાં સ્વયંવર:બિહારમાં વરરાજાએ ધનૂષ તોડીને દૂલ્હન સાથે ફેરા લીધા, અનોખા લગ્ન જોવા લોકો ઉમટ્યા

3 મહિનો પહેલા

સતયુગમાં ભગવાન શ્રીરામના સ્વયંવરની કથા તો તમે જરૂર સાંભળી હશે. જો કે, કળયુગમાં ને એ પણ કોરોના મહામારી વચ્ચે નિયમો નેવે મૂકીને આવો જ એક સ્વયંવર યોજાઈ ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતાં જ વાઈરલ પણ થવા લાગ્યો છે. બિહારના સારણ જિલ્લામાં આવેલા સોનપુર ગામમાં રામાયણ કાળની યાદ અપાવે તેવો જ એક સ્વયંવર યોજાયો હતો. જેમાં અર્જૂન નામના મૂરતિયાએ પૌરાણિક કથાની જેમ જ શિવની આરાધના કરીને જાનૈયાઓની હાજરીમાં ધનૂષ ઉપાડીને તોડી નાખ્યું હતું. બસ ત્યારબાદ જ દૂલ્હનની એન્ટ્રી થાય છે ને બંનેનાં શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન પણ કરવામાં આવે છે.

સબલપુરના પૂર્વી ક્ષેત્રમાં યોજાઈ ગયેલા આ સ્વયંવરને જોવા માટે મહેમાનોની સાથે આસપાસના ગામલોકો પણ ઉમટી પડ્યા હતા. અર્જૂન નામના વરરાજાએ ધનૂષ તોડીને પ્રિયંકા નામની દૂલ્હન સાથે સાતફેરા લીધા હતા. મંડપમાં હાજર પંડિતે પણ મંત્રોચ્ચાર કરીને ભગવાન શ્રીરામના સ્વયંવરની જેમ જ લગ્નની બધી જ વિધીઓ કરાવી હતી. ધનૂષ તોડવાની સાથે જ અર્જૂન પર લોકોએ ફૂલવર્ષા કરીને તેનો જયકાર કર્યો હતો તો દૂલ્હન પ્રિયંકાને તેની સહેલીઓ લગ્ન મંડપ સુધી વાજતેગાજતે લાવી હતી.

જો કે, સતયુગ સ્ટાઈલમાં યોજાયેલા આ સ્વયંવરમાં હાજર તમામ લોકો કળયુગના કોરોનાને ભૂલ્યા હતા. ત્યાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા કે સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા.