• Gujarati News
  • National
  • In Bihar, 77 Thousand 700 Tricolors Were Hoisted Simultaneously In The Presence Of Amit Shah

ભારતે તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડ:બિહારમાં અમિત શાહની હાજરીમાં એકસાથે 77 હજાર 700 તિરંગા લહેરાવાયા

પટના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહે કુંવર સિંહની સ્મૃતિમાં ભવ્ય સ્મારક બનાવવાનું એલાન કર્યું હતું

બિહારે અમિત શાહની હાજરીમાં 77 હજાર 700 તિરંગા લહેરાવીને પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક બાબુ વીર કુંવર સિંહના વિજયોત્સવ પર ભોજપુરના જગદીશપુરમાં આ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો. આ કાર્યક્રમમાં 5 મિનિટ સુધી ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.

અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જયના નાદ સાથે કરી હતી. જગદીશપુરની ભૂમિને યુગપુરુષની ભૂમિ ગણાવતાં તેમણે કહ્યું, 'મેં હેલિકોપ્ટરમાંથી જોયું કે અહીંથી પાંચ-પાંચ કિમી સુધી લોકોના હાથમાં તિરંગા છે. સ્થળ કરતાં વધુ લોકો રસ્તા પર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે.

ગૃહમંત્રીએ કુંવર સિંહની સ્મૃતિમાં ભવ્ય સ્મારક બનાવવાનું એલાન કર્યું હતું.
ગૃહમંત્રીએ કુંવર સિંહની સ્મૃતિમાં ભવ્ય સ્મારક બનાવવાનું એલાન કર્યું હતું.

વીર કુંવર સિંહને શ્રદ્ધાંજલિ આપતાં શાહે કહ્યું હતું કે 'ઈતિહાસે બાબુ કુંવર સિંહને અન્યાય કર્યો છે. તેમની બહાદુરી મુજબ તેમને સ્થાન આપવામાં આવ્યું ન હતું. આજે બિહારના લોકો ફરી એકવાર તેમનું નામ અમર કરી રહ્યા છે. 58 વર્ષથી હું અનેક પ્રકારની રેલીઓમાં ગયો છું, પરંતુ આરામાં દેશભક્તિનો આ માહોલ જોઈને હું અચરજ થઈ ગયો છું. આવો કાર્યક્રમ જીવનમાં ક્યારેય જોયો નથી.

એકસાથે લહેરાવવામાં આવેલા 77 હજાર 700 તિરંગા.
એકસાથે લહેરાવવામાં આવેલા 77 હજાર 700 તિરંગા.

1857 સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓની યાદમાં સ્મારક બનાવવામાં આવશે
આ દરમિયાન તેમણે જગદીશપુરમાં કુંવર સિંહની યાદમાં ભવ્ય સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહની માગ પર સહમતી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 1857ના સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓની યાદમાં એક સ્મારક બનાવવામાં આવશે, સાથે જ પીએમ નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું, 'પીએમ મોદી 123 કરોડ લોકોને મફતમાં વેક્સિનેશન ન કરાવ્યું હોત તો કોરોના મહામારીને કારણે ઘણા લોકોનાં મોત થયાં હોત. ધનિકોને તો વેક્સિન મેળવી લેત, પણ દલિતો, આદિવાસીઓ, શોષિતોને ક્યાંથી મળત? પરંતુ મોદીજીએ બે વેક્સિન મફતમાં અપાવીને સુદર્શનનું સુરક્ષાચક્ર બનાવવાનું કામ કર્યું છે.

બિહાર બીમાર રાજ્યમાંથી વિકસિત રાજ્ય
પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ યાદવ અને રાબડી દેવી પર કટાક્ષ કરતાં શાહે કહ્યું, "તેમના શાસનકાળને યાદ રાખવાની જરૂર છે." શું આપણે બિહારના જંગલરાજને ભૂલી શકીએ? આ બિહાર હતું જ્યાં રસ્તા પર જાહેરમાં હત્યાઓ થતી હતી. વીજળી નહીં, પાણી નહીં. જાતિના નામે ભેદભાવ. કોઈ યોજના નહીં. નીતીશ કુમાર અને સુશીલ મોદીએ બિહારને બીમાર રાજ્યમાંથી વિકસિત રાજ્ય તરફ લઈ જવા માટે કામ કર્યું છે.

હાથમાં તિરંગા લઈને લહેરાવતો લોકો.
હાથમાં તિરંગા લઈને લહેરાવતો લોકો.

વિજયોત્સવમાં 2 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ જગદીશપુર પહોંચી છે. મળતી માહિતી મુજબ, સમગ્ર ઈવેન્ટમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના લગભગ 1600 અધિકારી અને કર્મચારીઓ છે જેઓ આ રેકોર્ડ નોંધી રહ્યા છે.

ભોજપુરમાં કાર્યક્રમમાં દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો.
ભોજપુરમાં કાર્યક્રમમાં દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો.

ડ્રોન કેમેરાથી રેકોર્ડિંગ કરાયું
આ પહેલાં 57,500 રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો. ભોજપુરમાં કાર્યક્રમનું રેકોર્ડિંગ ડ્રોન કેમેરાથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના હાથમાં રાષ્ટ્રધ્વજ છે તેમના ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવ્યા હતા, જેથી નવો રેકોર્ડની પુષ્ટિ કરી શકાય.

તિરંગાને સલામી આપતા ગૃહમંત્રી અમિત શાહ.
તિરંગાને સલામી આપતા ગૃહમંત્રી અમિત શાહ.

આ પહેલાં પટના એરપોર્ટ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું CM નીતીશ કુમારે સ્વાગત કર્યું હતું. તેમની સાથે BJPના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ પણ હાજર રહ્યા હતા. ભાજપના અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ ખાતે જ અમિત શાહ અને નીતીશ કુમાર વચ્ચે બેઠક મળી હતી. 10 મિનિટની બેઠક બાદ શાહ આરાથી જગદીશપુર જવા માટે રવાના થયા હતા.

એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર મુખ્યમંત્રી સાથે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.
એરપોર્ટ પર મુખ્યમંત્રી સાથે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.
અન્ય સમાચારો પણ છે...