તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Bihar, 17 year old Nitish Kumar Had 82 Teeth, IGIMS Doctors Operated On Him For 3 Hours And Extra Teeth Were Extracted.

જડબામાં દુર્લભ ટ્યૂમર:બિહારમાં 17 વર્ષના યુવક નીતીશ કુમારને 82 દાંત, IGIMSના ડોકટરોએ 3 કલાક સર્જરી કરી વધારાના દાંત કાઢ્યા

પટના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીતીશના નીચલા જડબામાં સોજો હતો તેમજ મોઢું ખોલવામાં તકલીફ પણ પડતી હતી. ચહેરો એવો વિકૃત બની ગયો હતો કે લોકો જોઈને ડરી જતા હતા. - Divya Bhaskar
નીતીશના નીચલા જડબામાં સોજો હતો તેમજ મોઢું ખોલવામાં તકલીફ પણ પડતી હતી. ચહેરો એવો વિકૃત બની ગયો હતો કે લોકો જોઈને ડરી જતા હતા.

બિહારના આરા જિલ્લામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીંના 17 વર્ષના નીતીશ કુમારના જડબામાં 82 દાંત હતા. ડોકટર પણ આ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. આ 82 દાંત સામાન્ય દાંતોથી અલગ હતા અને સમયની સાથે વધી પણ રહ્યા હતા. નીતીશ દિલ્હીથી લઈને દેશના અનેક મોટાં શહેરોમાં ઈલાજ માટે ગયો, પરંતુ ડોકટર તેની બીમારીને પારખી શક્યા ન હતા.

પટનામાં ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થા (IGIMS)ના મેગ્ઝલોફેશિયલ યુનિટે ટ્યૂમર ડિટેક્ટ કર્યું. બંને જડબાંમાં ફેલાયેલા ટ્યૂમરનું જ્યારે ઓપરેશન કર્યું તો 82 દાંતો કાઢવામાં આવ્યા. નીતીશ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ડોકટર્સનું કહેવું છે કે ટૂંક સમયમાં જ દર્દીને રજા આપવામાં આવશે. ડોકટર્સનો દાવો છે કે દેશમાં હજુ સુધી આવો મામલો સામે નથી આવ્યો.

કોમ્પ્લેક્સ ઓડોન્ટોમ નામથી ઓળખાય છે જડબાંનું આ દુર્લભ ટ્યૂમર
IGIMSના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ મંડલે જણાવ્યું કે નીતીશ કુમાર ઘણો જ પરેશાન હતો. તે દુખાવાને કારણે કંઈ ખાઈ-પી પણ શકતો નહોતો, જોકે મોઢાની અંદર કોઈ પરેશાની ન હતી, પરંતુ બહાર બને જડબાંના નીચેનો ભાગ એવો સોજી ગયો હતો કે મોઢું ખોલવામાં પણ તકલીફ પડતી હતી. લોકો પણ જોઈને ડરી જતા હતા.

ડૉ. મંડલે જણાવ્યું હતું કે નીતીશને IGIMSની તપાસ બાદ ડિટેક્ટ કરાયું કે તેના જડબામાં ટ્યૂમર છે. યોગ્ય સારવાર ન મળવાને કારણે એ ગંભીર બની ગયું હતું. કોમ્પ્લેક્સ ઓડોન્ટોમ નામથી ઓળખાતા જડબાના આ દુર્લભ ટ્યૂમરને ડોકટરની ટીમે ઓપરેશન કરી દૂર કરી નાખ્યું.

નીતીશ છેલ્લાં 5 વર્ષથી પરેશાન હતો
IGIMSના દંત રોગ વિભાગના મેગ્ઝિલોફેશિયલ યુનિટના HOD ડૉ. પ્રિયંકર સિંહે જણાવ્યું હતું કે નીતીશ કુમારના નીચલાં બંને જડબાંમાં છેલ્લાં 5 વર્ષથી પરેશાની હતી. બંને જડબાં ફૂલી ગયાં હતાં. બંને કાનની નીચે સોજા ચડી ગયા હતા, જેને કારણે તેનો ચહેરો પણ ઘણો વિકૃત બની ગયો હતો. તે દિલ્હી, કોલકાતા, વારાણસીની સાથે અનેક મોટાં શહેરોમાં સારવાર માટે ભટક્યો, પરંતુ ક્યાંય તેની આ બીમારી ડિટેક્ટ થઈ ન હતી.

ડોકટર્સે વધુમાં જણાવ્યું હતું કે ઈજાને કારણે જડબાંમાં સોજા છે, બાદમાં એ ઠીક થઈ જશે. તો કોઈક જગ્યાએ તો દવા મોકલીને પરત મોકલી લીધો, પરંતુ કોઈ રાહત ન મળી.

82 દાંત જોઈને ડોકટર પણ પરેશાન
IGIMSના મેગ્ઝિલોફેશિયલ યુનિટના HOD ડૉ. પ્રિયંકર સિંહે પોતાના સહયોગી ડૉ. જાવેદ ઈકબાલની સાથે મળીને શુક્રવારે આ જટિલ ઓપરેશન કર્યું. ડૉ. પ્રિયંકરે જણાવ્યું હતું કે તેને ટ્યૂમર અંગે તપાસમાં ખ્યાલ પડી ગયો હતો અને એ પણ ખબર હતી કે એમાં દાંત કે દાંત બનનારો પદાર્થ હતો, પરંતુ ઓપરેશન પછી તેમને પણ આશ્ચર્ય થયું, જ્યારે દાંતનો ગુચ્છો સામે આવ્યો.

ટ્યૂમરની સાથે લગભગ 82 દાંત, જે એની અંદર હતા એને એકદમ ધ્યાન રાખીને કાઢવામાં આવ્યા. ડૉ. પ્રિયંકર સિંહ અને ડૉ. જાવેદ ઈકબાલે જણાવ્યું હતું કે આ જડબાંનું ઓપરેશન એક ઈતિહાસ છે.

ટ્યૂમરની સાથે લગભગ 82 દાંત હતા, એને એકદમ ચોકસાઈથી કાઢવામાં આવ્યા.
ટ્યૂમરની સાથે લગભગ 82 દાંત હતા, એને એકદમ ચોકસાઈથી કાઢવામાં આવ્યા.

અસાધારણ છે જડબાંનું ટ્યૂમર
ડૉ. પ્રિયંકરે જણાવ્યું હતું કે આ સાધારણ ટ્યૂમર નથી. આ એક અસાધારણ ટ્યૂમર છે, જે અનુવાંશિક કારણોને લીધે કે જડબામાં ઈજા થવાથી જડબું તેમજ દાંત બનાવી પ્રક્રિયામાં વિકૃતિ આવવાથી પણ થાય છે.

બંને જડબાંમાં સમયની સાથે વધી રહ્યા હતા દાંત
ડૉ. પ્રિયંકરે જણાવ્યું હતું કે બંને બાજુ નીચેનાં જડબાંમાં ભરાયેલા દાંતના ગુચ્છા સામાન્ય દાંતની જેમ વધી રહ્યા હતા. સમયની સાથે વધી રહેલા દાંતને કારણે જ નીતીશને મુશ્કેલી પડતી હતી. આ જડબાંના બહારના ભાગમાં હતું, પરંતુ એમાં 82 દાંત હોવાનું દુર્લભ છે. ઓપરેશન એ રીતે કરાયું કે નીતીશનો ચહેરો ખરાબ ન થાય.

ઓપરેશન પછી જે રીતે તેનો ચહેરો જેટલો વિકૃત હતો તેને સંપૂર્ણપણે ઠીક કરી દેવાયો છે. જો પહેલાં જ કેસ ડિટેક્ટ કરાયો હોત તો યોગ્ય સમયે તેને સારવાર મળી ગઈ હોત. ટ્યૂમરને તપાસ માટે મોકલવામાં આવ્યું છે, જેથી ખ્યાલ આવે કે આ દાંત કેવા છે. રિપોર્ટ આવ્યા બાદ જ સંપૂર્ણ જાણકારી મળી શકશે.