તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Bhilwara, An Ambulance Was Not Found And He Was Rushed To The Hospital In A Lorry.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાન:ભીલવાડામાં એમ્બ્યુલન્સ ન મળતાં લારીમાં હૉસ્પિટલ લઈ ગયા, મહિલાનું તરફડીને મોત, ડૉક્ટર જોવા ન આવ્યા

14 દિવસ પહેલા

રાજસ્થાનના ભીલવાડામાં માનવતાને લજાવતી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તંત્રની બેદરકારીને લીધે એક મહિલાનું મોત થયું છે. પરિજનોએ મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પણ, એમ્બ્યુલન્સ કલાકો સુધી મહિલાને લેવાં આવી નહોતી. આ પછી પરિજનોએ ખાનગી વાહનોને મહિલાને હોસ્પિટલ લઈ જવા કહ્યું, પણ તેમને કોરોનાના ડરને લીધે ના પાડી દીધી હતી. આ પછી મજબૂર પરિવાર મહિલાને લારીમાં હોસ્પિટલ લઈ ગયો હતો. પરિજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે એમ્બ્યુલન્સ ત્યાં જ હતી. હોસ્પિટલમાં ડૉક્ટરોએ મહિલાની તપાસી પણ નહીં. જેને લીધે મહિલાનું લારીમાં જ તરફડી તરફડીને મોત થયું હતું. ત્યાર બાદ મહિલાને મૃતદેહને ઘરે લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સ આવી નહીં. જેને લીધે પરિજનો મહિલાનો મૃતદેહ મજબૂરીમાં લારી પર રાખી ઘરે લઈ ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો