બંગાળમાં હવે કોરોના વેક્સિનના સર્ટિફિકેટ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે. બંગાળ સરકારે નિર્ણય લીધો છે કે ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં જે સર્ટિફિકેટ આપવામાં આવશે એના પર વડાપ્રધાન મોદી નહીં, પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો હશે.
વેક્સિનેશન સર્ટિફિકેટ બાબતે તૃણમૂલ-ભાજપમાં વિવાદ
બંગાળ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાબતે BJP ઉશ્કેરાયું છે. BJP પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ વડાપ્રધાનપદની ગરિમાને પણ માનતી નથી. તે બંગાળમાં એક અલગ નિર્ભર દેશની જેમ વર્તન કરી રહી છે. તૃણમૂલ એ માનવા તૈયાર નથી કે તે જ્યાં છે એ ભારતનું જ રાજ્ય છે.
બંગાળમાં વેક્સિનેશન બાદ મમતાની તસવીરવાળા સર્ટિફિકેટ આપવામાં આવશે
કોરોના વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીર અંગે ઘમસાણ મચ્યું છે. હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય દ્વારા યોજાનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં 18-44 વર્ષના લોકોને વેક્સિનેશન બાદ મુખ્યમંત્રી મમતાની તસવીરવાળા સર્ટિફિકેટ આપવામાં આવશે.
તૃણમૂલે ચૂંટણી દરમિયાન પણ મુદ્દો ઉઠાવ્યો હતો
તૃણમૂલ બંગાળે ચૂંટણી દરમિયાન પણ વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીના ફોટા બાબતે વાંધો દર્શાવ્યો હતો. તૃણમૂલે તેને આચારસંહિતાનું ઉલ્લંઘન જણાવતાં ચૂંટણીપંચને ફરિયાદ પણ કરી હતી, પરંતુ હવે તેને વેક્સિન સર્ટિફિકેટ પર મમતાનો ફોટો લગાવવા બાબતે કંઈ જ ખોટું નથી લાગી રહ્યું. તૃણમૂલ નેતા સૌગત રોયનું કહેવું છે કે જો તેઓ (BJP) આવું કરી શકે છે તો અમારી તરફથી પણ આવું કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.