તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Bengal, Babul Supriyo Will Contest From Toliganj, Metroman Sreedharan Will Contest From Palakkad In Kerala.

ચાર રાજ્યો માટે ભાજપની યાદી:બંગાળમાં બાબુલ સુપ્રિયો ટોલીગંજથી ચૂંટણી લડશે, મેટ્રોમેન શ્રીધરન કેરળના પલક્કડથી મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી6 મહિનો પહેલા

ભાજપે રવિવારે પશ્ચિમ બંગાળના ત્રીજા તબક્કાની 31 પૈકી 27 અને ચોથા તબક્કાની 44 પૈકી 38 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપના નેતા અરુણ સિંહે કહ્યું કે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો પણ વિધાનસભા ચૂંટણી લડશે. સુપ્રિયોને ટોલીજંગથી ટિકિટ આપવામાં આવી છે. એક્ટર યશદાસ ગુપ્તાને ચંડીતલાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

અરુણ સિંહે જણાવ્યું કે સાંસદ લોકેટ ચેટર્જી ચુંચુરા વિધાનસભાથી ચૂંટણી લડશે. જ્યારે તૃણમુલ છોડી ભાજપમાં આવેલા રાજીવ બેનર્જીને પણ ટિકિટ આપવામાં આવી છે.અર્થશાસ્ત્રી અશોક લહેરી અલીપુરદૌર, રાજીવ બેનર્જી ડોમજુર અને રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય સિંગુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે.

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ટોલીગંજથી વિધાનસભા ચૂંટણી લડશે
કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ટોલીગંજથી વિધાનસભા ચૂંટણી લડશે

તમિલનાડુમાં 20 બેઠક પર ચૂંટણી લડશે ભાજપ
તમિલનાડુમાં ભાજપ NDAના સાથી અન્નાદ્રમુક સાથે ચૂંટણી લડી રહ્યો છે. તમિલનાડુમાં ભાજપ વિધાનસભાની 20 બેઠક પર ચૂંટણી લશે. પ્રદેશ અધ્યક્ષ એલ મુરુગન ધારાપુરમથી ચૂંટણી લડશે. વરિષ્ઠ નેતા એચ રાજા, કરાઈકુડીથી ચૂંટણી લડશે.

પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કા માટે 27 ઉમેદવારોની યાદી

મેટ્રોમેન ઈ શ્રીધરન પલક્કડથી ચૂંટણી લડશે
કેરળમાં ભાજપ 115 બેઠક પર ચૂંટણી લડશે અને અન્ય 25 બેઠક 4 પક્ષો માટે છોડી દેશે. મેટ્રોમેન ઈશ્રીધરન પલક્કડ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. જ્યારે કેરળ ચૂંટણીમાં ભૂતપુર્વ ભાજપ પ્રમુખ કુમ્મનમ રાજશેખરન નેમોમ બેઠક પરથી ચૂંટણી લડશે.

આસામમાં ભાજપ 92 બેઠક પર ચૂંટણી લડશે
ભાજપે આસામ માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. રાજ્યમાં ભાજપ 92 બેઠક પર ચૂંટણી લડશે, બાકીની બેઠક સહયોગી પાર્ટી માટે છોડવામાં આવી છે. અહીં ત્રીજા તબક્કાના 17 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ચંદ્ર મોહન પટોવરી ધર્માપુર બેઠકથી ચૂંટણી લડશે.​​​​​​​

પુડુચેરીમાં ભૂતપુર્વ મંત્રી કનન ભાજપમાં જોડાયા
પુડુચેરીથી ભૂતપુર્વ મંત્રી પી.કનન તેમના દિકરા સાથે રવિવારે ભાજપમાં સામેલ થયા હતા. આ સાથે તેમના સમર્થકોનું પૂરું ગ્રુપ પણ ભાજપમાં સામેલ થયું છે.

પુડુચેરીથી ભૂતપુર્વ મંત્રી પી.કનન ભાજપમાં જોડાયા છે
પુડુચેરીથી ભૂતપુર્વ મંત્રી પી.કનન ભાજપમાં જોડાયા છે

શનિવારે યોજાઈ હતી બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપ વડામથક પર શનિવારે સાંજે 7 વાગ્યાથી રાત્રે સાડા 11 વાગ્યા સુધી આસામ, તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો તથા પ્રભારીઓએ ભાગ લીધો હતો.