થાંભલે બાંધીને શિક્ષકની કરી ધોલાઈ:બેગુસરાયમાં શિક્ષક વિદ્યાર્થિનીનાં ઘરમાં ઘુસી રહ્યો હતો, લોકોએ ચખાડ્યો મેથીપાક,VIDEO

બેગુસરાયએક મહિનો પહેલા
  • લોકોએ શિક્ષકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.

બિહારનાં બેગુસરાયમાં લોકોએ લંપટ શિક્ષકને થાંભલા સાથે બાંધીને વાંસ અને લાકડી વડે ભારે ધોલાઈ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષક એક વિદ્યાર્થિનીનાં ઘરમાં ઘૂસવાના પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. આ વિડિયો 12 દિવસ પહેલાનો છે. માર માર્યા બાદ શિક્ષકની હાલત નાજુક હોવાથી તેને પટનામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

લોકોએ શિક્ષકની ધોલાઈ કરી હતી
આ ઘટના બેગુસરાયનાં મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના પટ્ટપુર ગામનો છે. જ્યાં ગ્રામજનોએ ખાનગી શિક્ષકને થાંભલા સાથે બાંધી દીધો હતો અને પછી લાકડીથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના 9 મેના રોજ બની હતી. માર મારવાથી ઘાયલ થયેલા શિક્ષકની પટનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,જ્યાં તેની હાલત હજુ પણ નાજુક છે. શિક્ષક પર આરોપ છે કે તે એક વિદ્યાર્થિનીના ઘરમાં ઘૂસી ગયો હતો. જેના કારણે લોકોએ તેની ધોલાઈ કરી હતી.

લંપટ શિક્ષકને થાંભલા સાથે બાંધીને લોકોએ માર માર્યો હતો.
લંપટ શિક્ષકને થાંભલા સાથે બાંધીને લોકોએ માર માર્યો હતો.

શિક્ષકની હાલત ગંભીર
આ શિક્ષકની ઓળખ નંદ કિશોર સિંહ ઉર્ફે નૈના તરીકે થઈ હતી, જે મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પત્તાપુર ગામમાં એક ખાનગી શિક્ષક છે. વીડિયોમાં લોકોએ શિક્ષકને વીજળીનાં થાંભલા સાથે બાંધીને વાંસ વડે મારતા જોવા મળી રહ્યા છે. આ લંપટ ગુરૂજીને કોઈ થપ્પડ મારે છે તો કોઈ વાંસની લાકડી વડે માર મારી રહ્યા નજરે પડી રહ્યા છે.

માર મારવાથી ઘાયલ શિક્ષકને પહેલા બેગુસરાયની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર હાલતને કારણે તેને વધું સારવાર માટે પટના મોકલવામાં આવ્યો હતો. જ્યાં પટનાની ખાનગી હોસ્પિટલમાં તેની હાલત નાજુક છે. આ તરફ, બંને પક્ષો દ્વારા પરસ્પર સમજૂતી થઈ હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...