ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રહેતા એક વૃદ્ધે પોતાના કરતાં 40 વર્ષ નાની કન્યા સાથે લગ્ન કર્યા છે. આ વૃદ્ધ 6 દીકરીના પિતા છે. 3 વર્ષ પહેલાં તેમનાં પત્નીનું નિધન થઈ ગયું હતું. પત્નીના મોત બાદ તેઓ એકલપણાથી ઘણા પરેશાન હતા, જેથી તેમણે બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વૃદ્ધે પોતાની પુત્રીની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યાની ચર્ચા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
કન્યા રાંચીની રહેવાસી છે
આ ઘટના યુપીના બારાબંકીના સુબેહા પોલીસ મથક વિસ્તારના જમીન હસૈનાબાદ ચૌધરી ગામનો છે. અહીં રહેતા નસછેદ યાદવ સાથે લગ્ન કરનાર નંદની રાંચીની રહેવાસી છે. તેની ઉંમર માત્ર 24 વર્ષ છે. એટલે કે તે વૃદ્ધની પુત્રીની ઉંમરની છે.
વૃદ્ધની તમામ દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે
નકછેદ યાદવે જણાવ્યું હતું કે પ્રથમ પત્નીના મોત બાદ તેઓ ઘણું એકલપણું અનુભવતા હતા. તેમની તમામ પુત્રીઓનાં લગ્ન થઈ ગયાં છે. તમામ દીકરીઓ તેમના સાસરિયે રહે છે. એટલું જ નહીં, ઘરમાં રાંધી આપનારું પણ કોઈ નહોતું. આ કારણે વૃદ્ધ ઘણા પરેશાન હતા, જેથી વૃદ્ધે બીજા લગ્ન કર્યા છે. આ લગ્નથી વર-કન્યા બંને ખુશ છે.
રુદોલીના કામાખ્યા દેવી માંદિરમાં લગ્ન કર્યા
નકછેદે જણાવ્યું હતું કે અયોધ્યાના રુદોલીમાં આવેલા કામાખ્યા દેવી માંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન કરાવનાર પંડિત શીતલા પ્રસાદે જણાવ્યું હતું કે હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા હતા. લગ્નમાં લગભગ 50 જેટલા જાનૈયાઓ સામેલ થયા હતા. લગ્નની ખુશીમાં વરે જોરદાર ડાન્સ કર્યો હતો. વૃદ્ધાના આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.