• Gujarati News
  • National
  • In Bandhavgarh, Mother Fights With Tiger For 20 Minutes To Save Innocent, Lung Punctured

15 મહિનાના પુત્રને દીપડાના મોઢામાંથી છોડાવી લાવી મા:બાંધવગઢમાં માસૂમને બચાવવા દીપડા સાથે 20 મિનિટ સુધી લડી મા, ફેફસાં સુધી નહોર ઘૂસી ગયા

20 દિવસ પહેલા

બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં એક માએ પોતાના 15 મહિનાના બાળકને બચાવવા માટે વાઘ સામે બાથ ભીડી લીધી. વાઘના નખ મહિલાનાં ફેફસાં સુધી ઘૂસી ગયા, પરંતુ તેણે હિંમત ન હારી. તે 20 મિનિટ સુધી લડતી રહી અને વાઘના જબડામાંથી પુત્રને છોડાવી લાવી. મહિલાની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેને જબલપુર રેફર કરવામાં આવી છે. ઘટના રોહનિયા ગામની છે.

મળતી માહિતી મુજબ, માનપુર બફર ઝોન નજીક જ્વાલામુખી વસતિમાં રહેતા ભોલા ચૌધરીનાં પત્ની અર્ચના રવિવારે સવારે 10 વાગ્યે પોતાના પુત્ર રાજવીરને નજીકના વાડામાં શૌચ માટે લઈ ગઈ હતી. આ દરમિયાન ઝાડીઓમાં છુપાયેલો વાઘ લાકડાં-કાંટાની ફેન્સિંગને પાર કરીને અંદર આવ્યો અને બાળકને પોતાના જબડામાં દબાવી દીધો.

વાઘના નખ તેનાં ફેફસાં સુધી ઘૂસી ગયા
પુત્રને બચાવવા માટે અર્ચના વાઘ સામે લડી ગઈ. આ દરમિયાન વાઘના નખ તેનાં ફેફસાં સુધી ઘૂસી ગયા, તેમ છતાં તે લડતી રહી. લગભગ 20 મિનિટ સુધી આ સંઘર્ષ ચાલ્યો, જેનો અવાજ સાંભળીને વસતિના લોકો લાકડીઓને લઈને પહોંચ્યા તો વાઘ જંગલ તરફ ભાગી ગયો. બંનેને સ્વાસ્થ્ય કેન્દ્રમાં પ્રાથમિક ઉપચાર પછી જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યાં.

મા ગંભીર, બાળક ખતરાથી બહાર
જિલ્લા હોસ્પિટલમાં તપાસ પછી મહિલાની ડોક તૂટી ગઈ છે. સ્થિતિ ગંભીર થતાં તેને જબલપુર રેફર કરવામાં આવી છે. સિવિલ સર્જન ડૉ. એલ એન રુહેલાએ જણાવ્યું કે મહિલાની પીઠ પર નખના ઊંડા ઘા હતા. ટાંક લગાડવામાં આવ્યા બાદ પણ લોહી અટકતું ન હતું. બાળકના માથામાં ઈજા થઈ છે, પરંતુ તે ખતરાથી બહાર છે.

હાથીઓની મદદથી વાઘને જંગલમાં ખદેડી રહ્યા છે
ટાઈગર રિઝર્વના અધિકારી ગામમાં સતત એલર્ટ રહેવા માટે જણાવી રહ્યા છે. તેમને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ખેતરમાં છુપાયેલા વાઘને જંગલમાં ખદેડવા માટે હાથીઓની મદદ લેવામાં આવી રહી છે.

સીધીમાં પુત્રને બચાવવા માટે એક માએ દીપડા સાથે બાથ ભીડી હતી
સીધીમાં પુત્રને બચાવવા માટે એક માએ દીપડા સાથે બાથ ભીડી હતી

સીધી જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં સંજય ટાઈગર બફર ઝોન ટમસાર રેન્જ અંતર્ગત બાડીઝરિયા ગામમાં એક મા પોતાના પુત્રને બચાવવા માટે દીપડા સામે પડી હતી. માના સાહસ આગળ દીપડાને હાર માનવી પડી. એ બાળકને છોડીને ભાગી ગયો. આદિવાસી મહિલા કિરણ બેગા સાંજે 7 વાગ્યાની આસપાસ પોતાનાં ત્રણેય બાળકો સાથે બેઠી હતી. એક બાળક ખોળામાં હતો. આજુબાજુમાં બે બાળક બેઠાં હતાં. ત્યારે પાછળથી અચાનક દીપડો આવ્યો અને બાજુમાં બેઠેલા 8 વર્ષના રાહુલને મોઢામાં દબાવીને જવા લાગ્યો. અંધારું થઈ ગયું હતું. મા બૂમો પાડતી દીપડાની પાછળ દોડી. લગભગ 1 કિલોમીટર દૂર જઈને દીપડો બાળકને પોતાના પંજામાં દબાવીને બેસી ગયો. માએ હથિયાર વગર દીપડા સામે બાથ ભીડી હતી. દીપડાના સતત હુમલા પછી મહિલાએ બાળકને છોડાવ્યો હતો. ત્યાં સુધીમાં ગામના લોકો પણ પહોંચી ગયા અને દીપડો ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...