તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Avantipora, Militants Broke Into The House Of A Special Police Officer And Opened Fire, Killing SPO And His Wife.

કાશ્મીરમાં નિશાના પર પોલીસ:અવંતિપોરામાં આતંકવાદીઓએ સ્પેશિયલ પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું, SPO અને તેમની પત્નીનાં મોત

શ્રીનગર3 મહિનો પહેલા
કાશ્મીરમાં હાલમાં પોલીસકર્મીઓ અને સેનાના જવાનો પર ફરીથી હુમલા વધી ગયા છે.
  • પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીની આતંકવાદીઓએ હુમલો કર્યો
  • ગયા શનિવારે પણ CRPFના જવાનો પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો

કાશ્મીરના પુલાવામા જિલ્લામાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના એક સ્પેશિયલ પોલીસ અધિકારી (SPO) અને તેમની પત્ની પર ફાયરિંગ કરીને હત્યા કરી છે. અવંતિપોરાના હરિપરિગામ ગામના SPO ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસીને આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

આ હુમલામાં 41 વર્ષના અહેમદ, તેની પત્ની અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. બાદમાં અહેમદ અને તેની પત્ની મોતને ભેટ્યાં હતાં. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે.

પુત્રીની હાલત નાજુક છે
રવિવારની રાત્રિના 11 વાગ્યાની આસપાસ કેટલાક હથિયારધારી આતંકીઓ ફૈયાઝ અહેમદના ઘરે બળજબરીથી ઘૂસી આવ્યા હતા. તેમણે ફૈયાઝ અને તેના પરિવાર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ફૈયાઝનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની રાજા બેગમ અનંતનાગની હોસ્પિટલમાં મૃત્યુ પામી. તેની પુત્રી રાફિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. ઇકબાલ સોફીએ લોકલ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ હતું કે રાફિયાની હાલત ગંભીર છે.

આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.
આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.

મંગળવારે CID ઇન્સ્પેક્ટરની હત્યા કરાઈ હતી
ગત સપ્તાહે મંગળવારે આતંકવાદીઓએ શ્રીનગરમાં CID ઇન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટના નૌગામ વિસ્તારમાં બની હતી. નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારના કનિપોરામાં આતંકવાદીઓએ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડારને તેમના ઘરની નજીક ત્રણ ગોળી મારી હતી. હુમલાના સમયે પરવેઝ નમાજ અદા કરી ઘરે પરત ફરી રહ્યો હતો.

શનિવારે CRPFના જવાનો પર ગ્રેનેડ હુમલો થયો હતો
શનિવારે શ્રીનગરના બર્બર શાહ વિસ્તારમાં પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંયુક્ત પાર્ટી પર આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જવાનોને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ એક મહિલા સહિત ચાર નાગરિકો ઘાયલ થયા હતા. તેમાંથી એકનું બાદમાં મોત નીપજ્યું. મૃતકની ઓળખ મુદાસિર અહેમદ તરીકે થઈ હતી.