• Gujarati News
  • National
  • In Aurangabad, Uddhav Thackeray Called BJP A Future Ally, Fadnavis Said Nothing Is Impossible

શું ફરી નજીક આવી રહ્યા છે ભાજપ-શિવસેના?:ઔરંગાબાદમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ગણાવ્યું ભવિષ્યનું સાથીદાર, ફડણવીસે કહ્યું- અશક્ય કશું જ નથી

ઔરંગાબાદએક મહિનો પહેલા
  • ઉદ્ધવના નિવેદન બાદ રાજ્યમાં ફરી રાજકીય હલચલ શરૂ થઈ

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે નિકટતા ફરી વધવા લાગી છે. CM ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, ભાજપના વરિષ્ઠ નેતા અને રેલ રાજ મંત્રી રાવસાહેબ દાનવેને જોતા ઉદ્ધવ ઠાકરેએ તેમને તેમના ભૂતપૂર્વ અને ભવિષ્યના સાથીદાર ગણાવ્યા હતા.

તેના જવાબમાં મંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું કે શિવસેના અને ભાજપ સાથે આવશે તો મતદારો ખુશ થશે. બંને નેતાઓના આ નિવેદન બાદ રાજ્યમાં ફરી રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે 30 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા પછી, 2019માં શિવસેના અને ભાજપ અલગ થઈ ગયા. CM ઠાકરેના આ નિવેદન બાદ શિવસેના નેતા અને મહેસૂલ મંત્રી અબ્દુલ સત્તારે કહ્યું કે જો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આગામી ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ. તેમણે વધુમાં કહ્યું કે જો બંને પક્ષો સાથે આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ સારું સંકલન રહેશે બંને પક્ષો હિન્દુત્વ વિચારધારાના છે.

રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે: ફડણવીસ
CM ઠાકરેના આ નિવેદન પર પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'તેમની શુભેચ્છાઓ ... એક સારી વાત છે. રાજકારણમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. જો કે, ભાજપની ભૂમિકા ખૂબ જ સ્પષ્ટ છે. અમે સત્તા તરફ નથી જોઈ રહ્યા. અમે એક સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છીએ.

રેલ્વે રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે અને શિવસેનાના કેટલાક નેતાઓ અને મંત્રીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રેલ્વે રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે અને શિવસેનાના કેટલાક નેતાઓ અને મંત્રીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સંજય રાઉતે પણ મોદીના વખાણ કર્યા છે
મુખ્યમંત્રીના આ નિવેદન બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રાઉતે શુક્રવારે કહ્યું કે મોદી જેવા કદના બીજો કોઈ નેતા ભારતમાં નથી. અટલ બિહારી વાજપેયી બાદ પીએમ મોદીએ ભાજપને ટોચ પર લાવવાનું કામ કર્યું છે. અગાઉ ભાજપ અન્ય પક્ષો સાથે ગઠબંધનમાં સરકાર બનાવતી હતી, પરંતુ પી.એમ મોદીના કાર્યકાળમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી છે.

બે વાર રાવસાહેબ સાથે હોવાની વાત કરી
કાર્યક્રમમાં સીએમ ઠાકરેએ એમ પણ કહ્યું કે, 'જો મારા રાજ્યની રાજધાની (મુંબઈ) અને ઉપ-રાજધાની (નાગપુર) એટલે કે મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન જોડતી ટ્રેન શરૂ થાય, તો રાવસાહેબ, હું તમને વચન આપું છું કે હું તમારી સાથે છું.

અજિત પવારે કહ્યું- મુખ્યમંત્રીના મનની વાત કેવી રીતે જણાવવી​​​​​​​
CM ઠાકરેના આ નિવેદન પર ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું, 'તેઓ રાજ્યના વડા છે. તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે હું કેવી રીતે કહી શકું? મારી સાથે વાત કરવી, સરકારી નિર્ણયો, તેને કેવી રીતે ચલાવવું સમસ્યાઓ શું છે, તે બાબતની જ ચર્ચા જ થાય છે.'

અન્ય સમાચારો પણ છે...